News of Tuesday, 8th April 2025
12 હજાર વર્ષ પહેલા લુપ્ત થઇ ગયેલ આ જીવને કરવામાં આવ્યા ફરીથી જીવંત

નવી દિલ્હી: તાજેતરમાં દુનિયા આખીને આકરા ટેરિફ અને સંભવિત મંદીની ભેટ આપનાર અમેરિકા તરફથી મજાના સમાચાર આવ્યા છે. સમાચાર એવા છે કે, અમેરિકાની ‘કોલોસલ બાયોસાયન્સ’ નામની જીનેટિક એન્જીન્યરીંગ કંપનીએ 12,500 વર્ષ અગાઉ લુપ્ત થઈ ગયેલી વરુની પ્રજાતિને જીનેટિક એન્જિનિયરીંગની મદદથી ફરીથી જીવતી કરી છે! વર્ષ 2021 માં ટૅક્સાસ રાજ્યના ડલાસ શહેરમાં સ્થપાયેલી કોલોસલ બાયોસાયન્સ વૂલી મેમથ, તાસ્માનિયન ટાઈગર અને ડોડો પક્ષી જેવી ઘણી વિલુપ્ત પ્રજાતિઓને ફરી જીવતી કરવાનો પ્રસાય કરી રહી હતી. તેમને ‘ડાયર વુલ્ફ’ નામની વરુની પ્રજાતિને સજીવન કરવામાં સફળતા મળી છે. બાળ વરુઓના ફોટો અને વીડિયો જાહેર કરીને કંપનીએ આ સફળતાની જાહેરાત કરી હતી.
ત્રણ બચ્ચાંને સજીવન કર્યા છે. 1 ઓક્ટોબર, 2024ના રોજ બે નર બાળ અને 30 જાન્યુઆરી, 2025ના રોજ એક માદા બાળ જન્મી હતી. નર બચ્ચાના નામ ‘રોમ્યુલસ’ અને ‘રેમસ’ તથા માદા બચ્ચાનું નામ ‘ખલેસી’ રાખવામાં આવ્યું છે. આગાઉ સંધોશકોને ઓહાયોમાંથી 13000 વર્ષ જૂનો વરુ દાંત અને ઈડાહોમાંથી 72,000 વર્ષ જૂના ખોપરીના ટુકડા મળી આવ્યા હતા. એ પ્રાચીન વરુ-અવશેષોના ડીએનએમાંથી મેળવેલા જીનોમનો ઉપયોગ કરીને ‘ક્લોનિંગ’ અને ‘જનીન એડિટિંગ’ જેવી ટેક્નિક વડે આ વરુઓને જીવિત કરવામાં આવ્યા છે. આ કામ માટે વૈજ્ઞાનિકોએ ‘ડાયર વરુ’ના સૌથી નજીકના જીવતા સંબંધી ગણાતા ‘ગ્રે વરુ’ના ડીએનએનો પણ ઉપયોગ કર્યો હતો. બચ્ચા જન્માવવા માટે વરુના કોષોને માદા કૂતરાના અંડકોષમાં આરોપવામાં આવ્યા હતા અને પછી માદા કૂતરાના ગર્ભાશયનો જ ઉપયોગ સરોગેટ મધર તરીકે કરવામાં આવ્યો હતો.
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
