તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Wednesday, 9th April 2025
અમેરિકાની અભૂતપૂર્વ મહા મંદીમાં 11 હજાર બેન્ક થઇ હતી બરબાદ

નવી દિલ્હી: તારીખ 2 એપ્રિલ, 2025 ઇતિહાસમાં અંકિત થઈ ગઈ છે. એ દિવસે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 180થી વધુ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદી દીધો હતો. આ કારણથી આખી દુનિયામાં આર્થિક ઉથલપાથલ મચી ગઈ છે, વિશ્વભરના શેરબજારોમાં કડાકો બોલી ગયો છે. આ સ્થિતિમાં યાદ આવે છે એક સદી જૂની એ ‘ગ્રેટ’ મંદી જે અમેરિકામાં શરુ થઈને પછી સમગ્ર વિશ્વને ભરડામાં લીધું હતું. ચાલો, જાણીએ ‘ધ ગ્રેટ ડિપ્રેશન’ની એ કહાની... વાત 96 વર્ષ જૂની છે. 29 ઑક્ટોબર, 1929ના મંગળવારે વૈશ્વિક મહામંદીની પનોતી બેઠી હોવાથી એ દિવસને ‘બ્લેક ટ્યુઝડે’ એટલે કે 'અશુભ મંગળવાર'નું ટૅગ અપાયું હતું. આખા વિશ્વને ભરડામાં લેનાર એ મંદી ‘ધ ગ્રેટ ડિપ્રેશન’ ગણાવાઈ, કેમ કે એણે પૂરા એક દાયકા સુધી માનવજાતને હંફાવી હતી.
વર્ષ 1928માં અમેરિકન નાગરિકો સમૃદ્ધ જીવન જીવી રહ્યા હતા. બેરોજગારીનો દર માત્ર 4 ટકા હતો, એટલે કે દર 100માંથી 96 લોકો પાસે કમાણીનો સ્ત્રોત હતો. વીજળી અને લેન્ડલાઇન ટેલિફોન જેવી સુવિધાઓ સહજતાથી પ્રાપ્ત હતી. એ જમાનામાં લક્ઝરી ગણાતાં રેડિયોનું વેચાણ ખૂબ વધી ગયું હતું. કાર એટલી સસ્તી થઈ ગઈ હતી કે દરેક ઘરને પરવડી શકે. મકાનો અને જમીનના વેચાણમાં તેજી હતી. લોકો ખૂબ પ્રવાસ કરતા. શેરમાર્કેટમાં જબરું રોકાણ થઈ રહ્યું હતું. જેમની પાસે નાણાં નહોતા એ પણ શેરબજારની તેજીનો લાભ લેવા માટે બૅંક લોન લઈને એ નાણાં શેરમાર્કેટમાં રોકી રહ્યા હતા. ટૂંકમાં, અમેરિકન પ્રજા ખૂબ સુખી હતી, છૂટા હાથે ખર્ચતી હતી, અને નાણાંનો પ્રવાહ અમેરિકન અર્થકારણની નૌકા પૂરઝડપે દોડાવી રહ્યો હતો.
(5:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
