News of Friday, 11th April 2025
ગાઝા પર થયેલ હુમલા વચ્ચે ઇઝરાયલના 1હજાર સૈનિકોએ કર્યો બળવો

નવી દિલ્હી: ઇઝરાયલની સેનામાં સામેલ 1000 એરફોર્સ રિઝર્વ સૈનિકોએ ગાઝા યુદ્ધ વિરૂદ્ધ બળવો કર્યો છે. પરંતુ આ બળવા સામે ઇઝરાયલની નેતન્યાહૂ સરકારે આકરો જવાબ આપતાં તેમની વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં વિરોધ કરનારા તમામ 1000 સૈનિકોની વાયુ સેનામાંથી હકાલપટ્ટી કરવાનો નિર્ણય લીધો છે. આ સૈનિકોએ ગાઝા સાથેના યુદ્ધનો વિરોધ કરતાં સરકારને એક પત્ર લખ્યો હતો કે, સરકાર આ યુદ્ધ રાજકીય ફાયદા માટે લડી રહી છે. તેમનો ઉદ્દેશ બંધકોને ઘરે પરત લાવવાનો નથી. ઇઝરાયલની સેનાના વિરોધ મુદ્દે ઇઝરાયલના એક સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે, 'સેનાની અંદર જ મતભેદો સ્વીકાર્ય નથી. આ એક એવો સમય છે, જ્યારે તમામ સૈનિકોએ સાથે મળીને લડવુ જોઈએ. સહકાર આપવાના બદલે સવાલો ઉઠાવી વિરોધ કરવો યોગ્ય નથી. આમ કરવાથી સૈનિકોનું મનોબળ તૂટી જાય છે.' નેતન્યાહૂ સરકારની આ કાર્યવાહી સામે 1000 સૈનિકોએ નિવેદન આપ્યું છે કે, 'અમે પણ નિર્ણય લીધો છે, અમારામાંથી કોઈ પણ સૈનિક હવે સેનામાં સેવા આપવા માગતું નથી. ઇઝરાયલની સેનામાં સામેલ 1000 એરફોર્સ રિઝર્વ સૈનિકો અને રિટાયર જવાનોએ યુદ્ધનો વિરોધ કરતા પત્ર પર હસ્તાક્ષર કર્યા હતાં. તેમજ ફરજ પર કાર્યરત સૈનિકોએ રાજીનામું આપ્યું હતું. આ પત્રમાં માગ કરવામાં આવી હતી કે, હમાસમાં અમારા કેદ બંધકોને તુરંત પરત લાવવામાં આવે. તેની અવેજમાં ભલે યુદ્ધ સમાપ્ત કરવુ પડે.'
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
