<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

ફ્રાંસે પેલેસ્ટાઇનને માન્યતા આપવાની તૈયારી કરતા ઇઝરાયલી પ્રમુખ બગયા મેક્રોન પર

નવી દિલ્હી:  ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન પર આકરા પ્રહાર કર્યા હતા. મેક્રોને એક નિવેદન આપતા કહ્યું હતું કે, ફ્રાન્સ પેલેસ્ટાઈનને માન્યતા આપવાની યોજના પર કામ કરી રહ્યું છે. હવે તેમના આ નિવેદન પર નેતન્યાહૂ ભડકી ગયા છે. નેતન્યાહૂ પહેલા તેમના પુત્ર યાયર નેતન્યાહૂએ પણ ફ્રાન્સ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે, મેક્રોને એ વિચાર છોડી દેવો જોઈએ. કારણ કે જો તેઓ પેલેસ્ટાઈનને માન્યતા આપશે તો આરબ દેશો ઈઝરાયલને માન્યતા આપવા તૈયાર થઈ જશે.
નેતન્યાહૂએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, 'પ્રમુખ મેક્રોન અમારી ધરતીના એક કેન્દ્ર પર પેલેસ્ટિનિયન રાજ્યના વિચારને પ્રોત્સાહન આપવા માગે છે. તેમનો આ વિચાર ખૂબ જ ખોટો છે. પેલેસ્ટાઇન એક એવું રાજ્ય હશે જેની એકમાત્ર ઈચ્છા ઈઝરાયલનો વિનાશ કરવાનો છે અને અમે આવું થવા નહીં દઈશું નહીં.'

 

 

(5:36 PM IST)