<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

સતત ૧૪મા વર્ષે જાપાનમાં વસ્‍તી ઘટાડો, ૨૯ ટકા લોકો ૬૫ વર્ષને પાર

વિદેશીઓ સહિત કુલ જનસંખ્‍યા ૧૨ કરોડ અને ૨૮ લાખ થઇ છે

ટોકયો તા.૧૬: જાપાનની જનસંખ્‍યામાં સતત ૧૪મા વર્ષે ઘટાડો નોંધાયો છે. જેમાં સિનિયર સિટિઝન વરિષ્ઠ નાગરિકોની સંખ્‍યા અત્‍યાર સુધીની સૌથી વધારે છે. ગળહ મંત્રાલયે સોમવારે ગત વર્ષે ૧ ઓક્‍ટોબર સુધીની જનસંખ્‍યાના આંકડા બહાર પાડ્‍યા હતા. જાપાનમાં વિદેશીઓ સહિત કુલ જનસંખ્‍યા ૧૨ કરોડ અને ૨૮ લાખ થઈ છે જે ગત વર્ષની સરખામણીમાં ૦.૪૪ ટકા ઓછી છે. જાપાનમાં રહેતા વિદેશીઓની સંખ્‍યા ૩૫ લાખ જે રેકોર્ડ સ્‍તરે છે.

૬૫ વર્ષ કે તેનાથી વધુ આયુષ્‍ય ધરાવતા લોકોની કુલ સંખ્‍યા દેશની કુલ જનસંખ્‍યાના ૨૯.૩ ટકા જેટલી છે જે એક રૅકોર્ડ છે. ૭૫થી વધુ ઉંમર ધરાવતા લોકોની સંખ્‍યા કુલ વસ્‍તીના ૧૬.૮ ટકા છે જે પણ રેકોર્ડ થયો છે. ૧૫ કે તેનાથી ઓછી આયુ ધરાવતા લોકોની સંખ્‍યા ૧ કરોડ અને ૩૮ લાખ છે જે કુલ જનસંખ્‍યાના ૧૧.૨ ટકા છે. જાપાનની કુલ જનસંખ્‍યાના ૧૫થી ૬૪ વર્ષના કામકાજી આયુષ્‍ય ધરાવતા લોકોની સંખ્‍યા ૫૯.૭ ટકા છે. દેશમાં ૪૭ પ્રીફેકચરોમાં માત્ર ટોકયો અને સાઇતામાની જનસંખ્‍યામાં જ વધારો થયો છે. બાકીના તમામ પ્રાંતોમાં ઓછા વત્તા પ્રમાણમાં વસ્‍તી ઘટાડો થયો છે.(૩૮.૫)

(9:47 AM IST)