<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

યુક્રેનનું સૌથી શક્તિશાળી 'અમેરિકન F-16' રશિયાએ તોડી પાડ્યું હોવાની માહિતી

નવી દિલ્હી:  રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયન સેનાને મોટી સફળતા મળી છે. રશિયન રક્ષા મંત્રાલયે બે દિવસ પહેલા જાહેરાત કરી હતી કે, ફોર્સે યુક્રેનમાં અમેરિકન ડિઝાઈન વાળા એફ-16 લડાકૂ વિમાનને તોડી પાડ્યું છે. જો કે, રશિયાએ જગ્યાનો ખુલાસો નથી કર્યો. એવું પહેલીવાર બન્યું છે જ્યારે રશિયાએ એફ-16ને નષ્ટ કરવાની જાહેરાત કરી છે. આ ઘટનાથી પાકિસ્તાન ચિંતામાં મૂકાયું છે, કારણ કે પાકિસ્તાન પાસે લગભગ 85 F-16 ફાઇટર જેટ છે.
રશિયન મંત્રાલયે પોતાના બ્રીફિંગમાં કહ્યું હતું કે, 'યુક્રેનની વાયુ સેનાના એક એફ-16 વિમાનને હવાઈ રક્ષા સાધનોએ તોડી પાડ્યું.' જો કે, આ અંગે કોઈ અન્ય માહિતી આપવામાં આવી નથી. આ અગાઉ પહેલા શનિવારે (12 એપ્રિલ, 2025) યુક્રેનના વાયુ સેનાએ પોતાના એક એફ-16 લડાકૂ વિમાન ગુમ થયાની માહિતી આપી હતી. ત્યારબાદ વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવાના કારણોની તપાસ કરવા માટે એક આંતર-વિભાગીય કમિશનની રચના કરવામાં આવી. યુક્રેની સૂત્રોએ મીડિયાને જણાવ્યું હતું કે, એફ-16એ રશિયન સેનાએ તોડી પાડ્યું હતું. કુલ મળીને રશિયનોએ વિમાન પર ત્રણ મિસાઈલો છોડી હતી અથવા તો એસ-400 ગ્રાઉન્ડ-બેસ્ડ સિસ્ટમથી નિર્દેશિત એન્ટી-એરક્રાફ્ટ મિસાઈલ હતી અથવા આર-37 એર-ટુ-એર મિસાઈલ હતી.

 

(6:29 PM IST)