<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

ટેરિફ વોરને પગલે અમેરિકા સહીત દુનિયાના અર્થતંત્રમાં મંદી જોવા મળી શકે છે:IMFની ગંભીર આગાહી

નવી દિલ્હી: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ લાદવામાં આવતાં તેના પગલે સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે દુનિયાના અર્થતંત્રની વૃદ્ધિનો વરતારો ખરાબ જણાય છે તેમ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ-આઇએમએફ- દ્વારા મંગળવારે જણાવવામાં આવ્યું હતું. આ વર્ષે ગ્લોબલ ઇકોનોમીમાં વૃદ્ધિનો દર જાન્યુઆરીમાં ૩.૩ ટકાની આગાહીની સરખામણીમાં 2.8 ટકા જ થવાની ધારણાં છે.

ટ્રમ્પે છેડેલી ટેરિફ વોરને કારણે અમેરિકાના અર્થતંત્રની આર્થિક વૃદ્ધિ અગાઉ 2.7 ટકા ધારવામાં આવી હતી તે હવે ઘટીને 1.8 ટકા જ થવાની અપેક્ષા છે. આઇએમએફના  માનવા પ્રમાણે યુએસના અર્થતંત્રમાં મંદી સર્જાવાની શક્યતા નથી પણ આ વર્ષે મંદી સર્જાવાની ટકાવારી 25 ટકા હતી તે વધીને 37ટકા થઇ છે. જે.પી. મોર્ગનના અર્થશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર યુએસમાં મંદી થવાની શકયતા 60 ટકા છે. ફેડરલ રિઝર્વ દ્વારા પણ આ વર્ષે યુએસના અર્થતંત્રની વૃદ્ધિ 1.7 ટકા રહેશે તેમ જણાવવામાં આવ્યું છે.

 

 

(5:46 PM IST)