News of Wednesday, 23rd April 2025
ઉનાળામાં ડાયટમાં સામેલ કરો આ ગુંદ:શરીરને થશે આ ફાયદા

નવી દિલ્હી: ગરમી ખૂબ જ વધી રહી છે. આવી સ્થિતિમાં, ફક્ત ઠંડા પાણીથી જ શરીરને ઠંડુ નહિ રાખી શકાય, પરંતુ આ માટે તમારે ડાયટમાં પણ અમુક વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ, જે શરીરને અંદરથી ઠંડુ રાખે. એવી જ એક વસ્તુ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ છે જે છે ગુંદ કતીરા. આમ તો મોટાભાગના લોકો ગુંદનો ઉપયોગ માત્ર શિયાળામાં જ કરતા હોય છે, જે યોગ્ય છે. પરંતુ ગુંદ કતીરા એ ગરમીમાં રાહત આપતો ગુંદ છે, જે શરીરને ઠંડક આપવાની સાથે હીટ સ્ટ્રોક, ડિહાઇડ્રેશન વગેરે જેવી સમસ્યાઓથી પણ બચાવે છે. ગુંદ કતીરા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જાણીતું છે. તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટ શરીરને મોસમી રોગોથી બચાવવામાં મદદ કરે છે. તેના સેવનથી તડકામાં એનર્જી મળે છે.
ગુંદ કતીરા પાચન માટે પણ ખૂબ ફાયદાકારક છે. ઉનાળામાં ઘણીવાર ગેસ, કબજિયાત અથવા અપચો જેવી પેટની સમસ્યાઓ થતી હોય છે. એવામાં ગુંદ કતીરા આંતરડાને ઠંડક આપીને પેટને શાંત કરે છે, જેનાથી પાચનમાં સુધારો થાય છે.
એન્ટી એજિંગ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મોથી ભરપૂર ગુંદ કતીરા સ્કીન માટે પણ ખૂબ ફાયદાકારક છે. તે સ્કીનને ફ્રી રેડિકલથી રક્ષણ આપે છે અને સ્કીનને લાંબા સમય સુધી ફ્રેશ અને યુવાન રાખે છે. આ સાથે, ગુંદ કતીરા પિગમેન્ટેશન, કરચલીઓ અને ખીલ ઘટાડવા માટે પણ જાણીતું છે.
વજન ઘટાડવા માંગતા લોકો માટે ગુંદ કતીરા એક બેસ્ટ વિકલ્પ છે. તેનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે, જેના કારણે વારંવાર ભૂખ લાગતી નથી અને ઓવર ઇટીંગ કંટ્રોલમાં રહે છે. જેથી વજન ઘટાડવામાં મદદરૂપ બની રહે છે.
(5:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
