News of Tuesday, 29th April 2025
અંતિમ સંસ્કાર માટે પૈસા ન હોવાથી પુત્રએ 2 વર્ષ સુધી પિતાનો મૃતદેહ છુપાવીને રાખ્યો

નવી દિલ્હી: દરેક ધર્મ અને સમુદાયની પરંપરા પ્રમાણે મૃતકના અંતિમ સંસ્કાર થતા હોય છે, અંતિમ સંસ્કાર માટે લોકો અજાણી વ્યકિતને પણ મદદ કરતી હોય છે નવાઇની વાત તો એ છે કે જાપાનમાં એક વ્યકિતએ પોતાના પિતાની લાશને બે વર્ષ સુધી અંતિમ સંસ્કાર કર્યા વિના છુપાવી રાખી હતી. તપાસમાં સમગ્ર વાત બહાર આવતા શખ્સે અંતિમ સંસ્કાર માટે પૈસા નહી હોવાથી આ પગલું ભર્યુ હોવાનો ખુલાસો કર્યો હતો. પોલીસે આ શખ્સની ધરપકડ કરી હતી જેમાં પિતાના પેન્શનની રકમ ચાઉં કરી જવાનો આરોપ હતો.
સાઉથ ચાઇના મોર્નિગ પોસ્ટમાં પ્રગટ અહેવાલ અનુસાર ૫૬ વર્ષના નોબુહિકો સુઝુકીએ એક સપ્તાહ સુધી પોતાનું રેસ્ટોરન્ટ નહી ખોલતા આ સમગ્ર ઘટના બહાર આવી હતી. પાડોશીઓને ચિંતા થતા સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો. જયારે પોલીસે તાળું તોડીને અંદર જોયું તો અલમારીમાં માનવ કંકાલ ધ્યાનમાં આવ્યું હતું જે સુઝુકીના પિતાનું હતું. એક સપ્તાહ સુધી રેસ્ટોરન્ટ બંધ કરીને બહાર ગયેલા સુઝુકીને જાણ થતા તે તરત જ દોડી આવ્યો હતો.
૮૬ વર્ષના પિતાનું વર્ષ ૨૦૨૩માં મોત થયું હોવાનું કબૂલી લીધું હતું. પિતાને એકલા મુકીને બહાર ગયો હતો ઘરે આવીને જોયું તો તેમને દેહ છોડી દીધો હતો. અગ્નિ સંસ્કાર માટે નાણા ન હોવાથી શબ આલમારીમાં મુકી રાખ્યું હતું. પિતાના અંતિમ સંસ્કાર નહી કરી શકવાનું દુઃખ પ્રગટ કર્યુ હતું. જો કે પોલીસ વધુ તપાસ માટે ધરપકડ કરી હતી જેમાં પેન્શન માટે જાતે જ પિતાની હત્યા કરી હતી કે કેમ તેની પુછપરછ કરી હતી. પેન્શન માટે પિતાની હત્યા કરનારા પુત્રને સોશિયલ મીડિયામાં લોકો ફિટકાર વરસાવી રહયા છે.
(6:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
