<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

૮ વર્ષના બાળકે મમ્‍મીના મોબાઇલમાંથી ૭૦,૦૦૦ લોલીપોપ ઓર્ડર કરી દીધી

કેન્‍ટકી,તા.૧૦: અમેરિકાના કેન્‍ટકી રાજ્‍યમાં લેક્‍સિન્‍ગ્‍ટન સિટીમાં લિયામ નામના આઠ વર્ષના એક છોકરાએ એમેઝોન પરથી બલ્‍કમાં લોલીપોપ્‍સ ખરીદીને તેની મમ્‍મી હોલીને મુસીબતમાં મૂકી દીધી હતી. લિયામ એક કાર્નિવલમાં ભાગ લેવાનો હતો અને એમાં તે લોકોને ઇનામ તરીકે ડમ ડમ લોલીપોપ આપવા માગતો હતો. એ માટે તેણે મમ્‍મીના મોબાઇલથી એમેઝોન પરથી લોલીપોપના ૩૦ ડબ્‍બા મગાવ્‍યા હતા. આ ૩૦ ડબ્‍બા બે-ચાર લોલીપોપના ડબ્‍બા નહોતા, બલકે એમાં ૭૦,૦૦૦ કેન્‍ડી હતી. આ લોલીપોપની કિંમત ૪૨૦૦ અમેરિકન ડોલર એટલે કે લગભગ ૩,૫૫,૭૯૫ રૂપિયા જેટલી થઈ હતી. હોલીને જેવી ખબર પડી કે દીકરાએ આ બ્‍લન્‍ડર કર્યું છે ત્‍યારે તેણે તરત જ એમેઝોનનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે જો તે રીફન્‍ડ મળે એવું ઇચ્‍છતી હોય તો ડિલિવરી લેવાની જ ના પાડી દે. તેણે એક વાર તો ડિલિવરી સ્‍વીકારવાની ના પાડી હતી, પણ બીજી વાર ડિલિવરીબોય ૨૪ ડબ્‍બા ઘરની બહાર મૂકીને જતો રહ્યો. હવે હોલીબહેન ફેસબુક પર કોઈકને આ લોલીપોપ્‍સ જોઈતી હોય તો એ વેચીને પૈસા પાછા મેળવવાની મથામણ કરી રહ્યાં છે.(૪૦.૩)

 

(9:26 AM IST)