<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા ઝેલેન્સ્કી તૈયાર થયા હોવાની માહિતી

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરી-2022ના રોજ યુદ્ધ શરૂ થયું હતું. બંને દેશોના યુદ્ધના આજે 918 દિવસ થઈ ગયા છે, ત્યારે હવે આ યુદ્ધ સમાપ્ત થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ યુદ્ધ સમાપ્ત કરવા રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. બંને દેશો વચ્ચે 15 માર્ચે તૂર્કેઈમાં બેઠક યોજાઈ શકે છે. ઝેલેન્સ્કીએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘બંને દેશો વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા માટે યુક્રેનમાં બેઠક યોજવા માટે અને કોઈ સમસ્યા નથી. અમે તૈયાર છીએ. હું આ ગુરુવારે 15 મેએ તૂર્કેઈમાં છું અને મને આશા છે કે,  પુતિન પણ તૂર્કેઈ આવશે. મને આશા છે કે, આ વખતે પુતિન કોઈપણ બહાનું નહીં શોધે કે, કેમ ન આવી શક્યા. અમે યુદ્ધ સમાપ્ત કરવા વાતચીત કરવા માટે તૈયાર છીએ.’ આ પહેલા ક્રેમલિને રવિવારે કહ્યું હતું કે, રશિયાના રાષ્ટ્રપ્રમુખે કીવના અધિકારીઓ સાથે કોઈપણ શરત વગર સીધી વાતચીત કરવા માટે પ્રસ્તાવ આપ્યો છે. અગાઉ 2022માં આવા પ્રસ્તાવને રદ કરાયો હતો. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે, રાષ્ટ્રપ્રમુખ પુતિને યુક્રેનની સમસ્યાનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવા માટે કિવ અધિકારીઓ સાથે સીધી વાતચીત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે તેમની ઈચ્છાની પુષ્ટી કરે છે.
રશિયન સરકારી સમાચાર એજન્સીના રિપોર્ટ મુજબ, ઝેલેન્સ્કીએ યુદ્ધ વિરામનો પ્રસ્તાવ સ્વિકાર્યો છે. યુક્રેને 10 મેએ યુદ્ધવિરામ જાહેરાત કરી છે, જોકે તે પહેલાં એટલે કે શનિવારે ચાર દેશોના નેતાઓ યુક્રેન પહોંચ્યા હતા. અહીં તેઓએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી (Ukraine President Volodymyr Zelenskyy) સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ચારેય દેશોના નેતાઓએ યુક્રેનને સમર્થન આપવા માટે તૈયાર થયા હતા.

 

 

(5:48 PM IST)