<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

પાકિસ્તાનમાં 4.6ની તીવ્રતાના ભુકંપન ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ બાદ સીઝફાયર થઇ રહ્યું છે ત્યારે પાકિસ્તાનમાં કુદરતો પ્રકોપ યથાવત છે. અઠવાડિયામાં ત્રીજી વખત અહીં ભૂકંપ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ વખતે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.6 નોંધાઈ હતી અને તેનું કેન્દ્ર જમીનથી 10 કિ.મી. ઊંડે સુધી હતું. ઉલ્લેખનીય છે કે એક જ અઠવાડિયામાં ત્રીજી વખત પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો છે. અગાઉ ગત સોમવારે (5 મે) પણ  ભૂકંપનો આંચકો આવ્યો હતો. તે સમયે પણ તીવ્રતા 4.0 નોંધાઈ હતી. ત્યારે ભૂકંપનું કેન્દ્ર 10 કિ.મી. ઊંડે નોંધાયું હતું.  જોકે ત્યારપછી શનિવારે સવારે પણ 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

 

(5:51 PM IST)