News of Monday, 12th May 2025
આવતા વર્ષે લોન્ચ થશે ઊડતી કાર:બટન દબાવતાંની સાથે જ બની જશે વિમાન

નવી દિલ્હી: વિશ્વભરમાં ઉડતી કાર પર કામ ચાલી રહ્યું છે. અનેક દિગ્ગજ ઓટોમોબાઈલ અને ટેક કંપનીઓ આ ટેકનોલોજી પર કામ કરી રહી છે જેથી એવું વ્હીકલ બનાવી શકાય જે સામાન્ય કારની જેમ રસ્તા પર પણ દોડી શકે અને જરૂર પડ્યે હવામાં પણ ઉડી શકે. આવી જ એક સ્લોવાકિયન સ્ટાર્ટઅપ ક્લેઈન વિઝન (Klein Vision) એ પોતાની પ્રથમ ફ્લાઈંગ કાર/એર કારનું પ્રોડક્શન રેડી પ્રોટોટાઇપનું શોકેસ કર્યું છે. જેને લઈને સ્ટાર્ટઅપનો દાવો છે કે આવતા વર્ષ સુધીમાં તેને બજારમાં ઉતારી દઈશું.
ક્લેઈન વિઝન છેલ્લા ત્રણ દાયકાથી પોતાની 'એરકાર' પર કામ કરી રહી છે. કંપનીનું કહેવું છે કે, પ્રોડક્શન રેડી મોડેલ સુધી પહોંચતા પહેલા આ કાર પ્રોટોટાઈપે 170થી વધુ ફ્લાઈંગ કલાકો અને 500થી વધુ ટેકઓફ અને લેન્ડિંગ પૂર્ણ કરી લીધું છે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2022માં આ મોડેલને ફ્લાઈંગ સર્ટિફિકેટ મળ્યું હતું. ક્લેઈન વિઝનની આ એર કાર આવતા વર્ષે માર્કેટમાં આવી જશે. ગત અઠવાડિયે બેવર્લી હિલ્સમાં લિવિંગ લેજેન્ડ્સ ઓફ એવિએશન ગાલા ડિનર દરમિયાન કંપનીએ આ એર કારના પ્રોટોટાઈપનો ખુલાસો કર્યો હતો. આ અવસર પર કંપનીના પ્રવક્તાએ પુષ્ટિ કરી કે, ઉડતી કારને આવતા વર્ષે વેચાણ માટે લોન્ચ કરવામાં આવશે. તેની કિંમત 8 લાખથી 10 લાખ ડોલર USD (લગભગ 6.78 કરોડથી 8.47 કરોડ રૂપિયા)ની આસપાસ હશે.
(5:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
