News of Wednesday, 14th May 2025
રશિયાની આયાતમાં ચીનનો 34 ટકાનો છે ફાળો

નવી દિલ્હી: ૯મી મેના દિવસે 'નાઝી જર્મની' ઉપર તે સમયનાં સોવિયેત સંઘે મેળવેલા વિજયની ૮૦મી જયંતિ સમયે રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિનની સાથે ખભે-ખભા મિલાવી શી જિનપિંગે 'વિક્ટરી-ડે-પેરેડ'માં સલામી લીધી હતી. તે જ શી જિનપિંગે રશિયા સાથે પણ 'રમત' શરૂ કરી દીધી છે.
વિક્ટરી-ડે-પરેડમાં બંને નેતાઓએ સાથે રહી સલામી લીધી હતી, પુતિન-જિનપિંગે અનંતકાળની મૈત્રી માટે સાથે શપથ લીધા હતા
તેણે એક તરફ તેમણે પુતિન સાથે 'અનંત-કાળ' સુધીની મૈત્રીના શપથ લીધા તો બીજી તરફ રશિયાને સ્પર્શતી તેની સરહદને પેલેપાર રશિયાની બાજુએ બે ગામ વસાવી દીધા છે. તેટલું જ નહીં પરંતુ વ્યાપાર ક્ષેત્રે પણ રશિયા સાથે ગજબની રમત રમી છે. રશિયા તેની કુલ આયાતમાં ચીનની ચીજવસ્તુઓની ૩૪ ટકા જેટલી આયાત કરે છે તે સામે ચીન રશિયામાંથી પોતાની કુલ આયાતમાં માત્ર ૪ ટકા જેટલો જ માલ ખરીદે છે.
(5:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
