News of Friday, 30th May 2025
ઓએમજી....છેલ્લા બે દાયકામાં સમુદ્રનો 21 ટકા હિસ્સો કાળો પડી જતા વિજ્ઞાનીઓએ ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હી: પૃથ્વીના 71 ટકા હિસ્સામાં સમુદ્ર ફેલાયેલો છે અને માત્ર 29 ટકા હિસ્સો જમીનનો બનેલો છે. હવે પૃથ્વીના 71 ટકા હિસ્સામાં ફેલાયેલાં સમુદ્રનો રંગ છેલ્લા બે દશકામાં 21 ટકા કાળો પડી ગયો હોવાનું જાણી વિજ્ઞાનીઓ ચિંતામાં પડ્યા છે. સમુદ્ર કાળો પડવાને કારણે તેના તાપમાનમાં ફેરફાર થતાં તેને કારણે જમીનનું હવામાન પણ ખોરવાઈ શકે છે. સમુદ્રના ઉપરના સ્તરમાં થતાં પરિવર્તનને કારણે સૂર્યનો પ્રકાશ ઉંડે સુધી નપહોંચવાને કારણે સમુદ્ર કાળો પડવાની પ્રક્રિયા શરૂ થાય છે.
અમેરિકાની પ્લેમાઉથ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ કરેલાં સંશોધન અનુસાર છેલ્લા બે દાયકામાં દુનિયાના મહાસાગરોનો 21 ટકા હિસ્સો કાળો પડી ગયો છે. સમુદ્રના ઉપરના સ્તર જેને ફોટિક ઝોન કહેવામાં આવે છે ત્યાં સૂર્ય પ્રકાશ ઓછો થઈ ગયો છે. વીસ વર્ષના સેટેલાઈટ ડેટાનું વિશ્લેષણ કરી આ માહિતી મેળવવામાં આવી છે.
ફોટિક ઝોન સંકોચાવાથી સમુદ્રના જીવ વૈવિધ્ય પર જોખમ સર્જાય છે. તેને કારણે જલવાયુને નિયંત્રિત કરવાની અને ઓક્સિજનનું ઉત્પાદન કરવાની મહાસાગરોની ક્ષમતા પણ નબળી પડે છે. જેને કારણે હવામાન પર તેની વિપરીત અસર થઈ શકે છે. સમુદ્ર કાળો પડવાથી પાણીની પારદર્શિતા ઓછી થઈ જાય છે. જેને કારણે ૫ સૂર્યપ્રકાશની સમુદ્રમાં પ્રવેશવાની સીમા સિમિત થઈ જાય છે. સમુદ્રના પ્રકાશક્ષેત્રમાં પ્રકાશ સંશ્લેષણ થવાથી ફૂડ ચેઇનની શરૂઆત થાય છે. હવે આ પ્રકાશક્ષેત્ર સંકોચાઈ રહ્યું છે.
(5:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
