News of Friday, 6th June 2025
પાકિસ્તાનના પેશાવરમાં ભીષણ બ્લાસ્ટ થતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી

નવી દિલ્હી: પાકિસ્તાનના પેશાવરમાં ભીષણ બ્લાસ્ટ થયાના અહેવાલ સામે આવ્યા છે. જેમાં પાકિસ્તાનના પૂર્વ મંત્રી અબ્બાસ ખાન આફ્રિદીનું મોત થયું છે અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ બ્લાસ્ટ અબ્બાસ ખાન આફ્રિદીના ઘરમાં ગેસ લીકેજને કારણે થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત ગુરુવારે (પાંચમી જૂન) થયો હતો. અહેવાલો અનુસાર, ગેસ લીકેજને કારણે અબ્બાસ ખાન આફ્રિદીના નિવાસસ્થાનમાં ગુરુવારે (પાંચમી જૂન) ભીષણ બ્લાસ્ટ થયો હતો. જેના કારણે ઘરના એક ભાગમાં આગ લાગી હતી અને અબ્બાસ ખાન આફ્રિદી સહીત ચાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોકટરોએ તેમને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા, પરંતુ અબ્બાસ ખાન આફ્રિદીની હાલત અત્યંત નાજુક હતી. ડોકટરોના અથાક પ્રયાસો છતાં શુક્રવારે (છઠ્ઠી જૂન) સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
(6:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
