News of Friday, 6th June 2025
અમેરિકામાં 12 જોખમી દેશના નાગરિકોના પ્રવેશ પર ટ્ર્મપે પ્રતિબંધ મુક્યો હોવાના સમાચાર

નવી દિલ્હી: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અફઘાનિસ્તાન સહિત ૧૨ દેશોના નાગરિકોના અમેરિકા પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધા છે. ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષાઓનું કારણ આપીને નવી જાહેરાત પર હસ્તાક્ષર કર્યા છે. આ દેશોમાં મુસ્લિમ દેશોની સાથે મ્યાંમારનો પણ સમાવેશ થાય છે. જોકે, ટ્રમ્પે દુનિયામાં આતંકવાદ ફેલાવતા પાકિસ્તાનના નાગરિકો પર પ્રતિબંધ નહીં મૂકાત વૈશ્વિક સ્તરે નિષ્ણાતોને આશ્ચર્ય થયું છે. ટ્રમ્પે અન્ય સાત દેશોના નાગરિકો પર આંશિક પ્રતિબંધોની પણ જાહેરાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળમાં પણ સત્તા પર આવતા જ ઈરાન સહિત સાત મુસ્લિમ દેશોના નાગરિકોના અમેરિકા પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૧૨ દેશો પર પ્રતિબંધ અંગે જણાવ્યું કે, કોલોરાડોમાં યહુદીઓના વિરોધ પ્રદર્શન પર એક વ્યક્તિએ ફ્લેમથ્રોવર હુમલો કર્યા પછી આ પગલું ઉઠાવાયું છે. અમેરિકન અધિકારીઓએ હુમલાખોર અંગે કહ્યું હતું કે, તે અમેરિકામાં ગેરકાયદેરૂપે રહેતો હતો. અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો છે તે દેશોમાં ઈરાન, અફઘાનિસ્તાન, મ્યાંમાર, ચાડ, કાંગો ગણરાજ્ય, ઈક્વેટોરિયલ ગિની, ઈરીટ્રિયા, હૈતી, લીબિયા, સોમાલિયા, સુદાન અને યમનનો સમાવેશ થાય છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમે કોઈપણ એવા દેશમાંથી મુક્તપણે પ્રવાસની મંજૂરી આપી શકીએ નહીં, જ્યાં અમે સુરક્ષિત અને વિશ્વસનીય રીતે તપાસ અને સ્ક્રિનિંગ નથી કરી શકતા. આ જ કારણે આ જે હું યમન, સોમાલિયા સહિત ૧૨ દેશોના નાગરિકોના અમેરિકા પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરી રહ્યો છું. આ સિવાય ટ્રમ્પે સાત દેશો બુરુંડી, ક્યૂબા, લાઓસ, સિએરા લિયોન, ટોગ, તુર્કમેનિસ્તાન અને વેનેઝુએલાના પ્રવાસીઓ પર આંશિક પ્રતિબંધ મૂક્યો છે, જેમાં વિઝાની મુદત પૂરી થવા છતાં ત્યાં રોકાઈ જાય છે, ઈમિગ્રેશન એજન્સીને સહયોગ કરતા ના હોય તેવા દેશના નાગરિકોનો સમાવેશ થાય છે.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
