News of Tuesday, 17th June 2025
રશિયાએ કિવ પર ફરીથી ભયાવહ એરસ્ટ્રાઇક કરતા 14ના મૃત્યુના સમાચાર:44થી વધુ લોકો ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: વિશ્વમાં જિઓ-પોલિટિકલ તણાવ સતત વધી રહ્યો છે. એકબાજુ ઇઝરાયલ-ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ છેડાયું છે, તો બીજી બાજુ રશિયા અને યુક્રેન વચ્ચે પણ હુમલાઓ ચાલુ છે. આજે મંગળવારે રશિયાએ કીવ પર ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા હતા. જેમાં 14 લોકો માર્યા ગયા છે અને 44થી વધુ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.
સત્તાવાર ધોરણે કીવના ઇન્ટિરિયર મિનિસ્ટર (ગૃહમંત્રી) ઇહોર ક્લીમેન્કોએ જણાવ્યા પ્રમાણે, રશિયાએ કીવની આસપાસ કુલ 27 સ્થળોએ મંગળવારે ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા હતા. જેમાં તેણે રહેણાંક વિસ્તારો, શૈક્ષણિક સંસ્થાઓ, અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે. આજે અમારા દુશ્મને ફરી એકવાર અમારી પર ડ્રોન અને મિસાઇલ વડે હુમલો કર્યો છે. જે ફેબ્રુઆરી, 2022માં શરુ થયેલા યુદ્ધથી અત્યારસુધીમાં રશિયા દ્વારા થયેલા મોટા હુમલાઓ પૈકી એક છે.રશિયાના આ ભયાવહ હુમલા બાદ કીવમાં સાત કલાકથી વધુ સમય માટે હવાઈ હુમલાના ઍલર્ટ આપવામાં આવ્યા હતા. શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દેશની રાજધાની સિવાય અન્ય પ્રદેશોમાં પણ રશિયા હુમલા કરી રહ્યું છે. જેમાં ઓડેસામાંના દક્ષિણ પ્રદેશમાં થયેલા હુમલામાં 13 લોકો ઘવાયા હતા. જ્યારે અન્ય એક પ્રદેશમાં એક જણને ઈજા થઈ હતી.
(5:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
