News of Tuesday, 17th June 2025
ઓએમજી......નાસાએ પ્રથમવાર મંગળના જ્વાળામુખીની તસ્વીર કરી શેર:જાણો કેટલી છે ઊંચાઈ

નવી દિલ્હી: NASA દ્વારા ઘણીવાર રોમાંચક તસવીરો શેર કરવામાં આવતી હોય છે. તાજેતરમાં જ NASA દ્વારા પહેલીવાર મંગળ પર જવાળામુખીની અનોખી તસવીર લેવામાં આવી છે. તમે ક્યારેય વાદળોની ઉપર જવાળામુખી થતો નહીં જોયો હોય. નાસાના માર્સ ઓડિસી ઓર્બિટરે 2 મે 2025ના રોજ મંગળ ગ્રહ પર આવો જ એક અનોખો નજારો કેદ કર્યો હતો. જ્યાં વાદળોની ઉપર પ્રાચીન જ્વાળામુખી આર્સિયા મોન્સ જોવા મળ્યો હતો. આ તસવીર 6 જૂન, 2025ના રોજ શેર કરવામાં આવી હતી. આર્સિયા મોન્સ મંગળ ગ્રહ પર સ્થિત એક વિશાળ જવાળામુખી છે, જે ધરતી પરથી લગભગ 22.5 કરોડ કિલોમીટર દૂર છે. આ થાર્સિસ મોંટેસ નામના જ્વાળામુખી વિસ્તારમાં આવેલો છે, જ્યાં અન્ય બે શીલ્ડ જ્વાળામુખી પણ છે, પેવોનિસ મોન્સ અને એસ્ક્રેયસ મોન્સ. આર્સિયા મોન્સ 12 માઇલ (20 કિલોમીટર) ઊંચો છે, જે પૃથ્વીના સૌથી ઊંચા પર્વત, માઉન્ટ એવરેસ્ટ કરતાં બમણો ઊંચો છે. જોકે, મંગળ પરનો સૌથી ઊંચો જ્વાળામુખી ઓલિમ્પસ મોન્સ છે.
મંગળ ગ્રહની સપાટી પર રાસાયણિક તત્ત્વો અને ખનિજોનું મેપિંગ કરવાના ધ્યેય સાથે 2001માં માર્સ ઓડિસી મિશન શરુ કરવામાં આવ્યું હતું. તેણે 2004માં તેનું પ્રાથમિક મિશન પૂર્ણ કર્યું, પરંતુ મંગળની સપાટી, વાદળો, ધુમ્મસ અને હવામાનનો અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું હતું. વર્ષ 2023થી ઓડિસીએ મંગળ ગ્રહની ક્ષિતિજની ઉંચાઈવાળી તસવીરો લેવાની શરુ કરી, જેમાંની આ તસવીર પણ એક ભાગ છે.
(5:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
