તા. ૨૦ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૮ ગુરૂવાર
News of Saturday, 12th July 2025
પાકિસ્તાની સેના વિરુદ્ધ બલુચ બળવાખોરોએ ઓપરેશન BAAM' હાથ ધર્યું
3 દિવસનું ઓપરેશન પૂરું થવાની અણીએ:પાકિસ્તાનના અલગ અલગ પ્રાંતોમાં કરેલ હુમલામાં 50 પાકિસ્તાનીઓના મૃત્યુ:આઈએસઆઈના 9 એજન્ટ પણ ઠાર

નવી દિલ્હી: પાકિસ્તાની સેના વિરુદ્ધ બલૂચ બળવાખોર જૂથ બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટે (BLF) 'Operation BAAM' હાથ ધાર્યું હતું. આ 3 દિવસનું ઓપરેશન હવે પૂરું થયું છે. જેમાં છેલ્લા 4 દિવસમાં, બલુચિસ્તાન અને પાકિસ્તાનના અન્ય પ્રાંતોમાં હુમલા કરવામાં આવ્યા છે. બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટે આ બધા હુમલાઓની જવાબદારી લીધી છે. તેને 'ઓપરેશન BAAM'નો એક ભાગ ગણાવવામાં આવ્યો છે. BLF એ 8 જુલાઈએ આ ઓપરેશન શરુ કર્યાની જાહેરાત કરી હતી ત્યારથી સતત હુમલા થઈ રહ્યા હતા. BLF એ દાવો કર્યો છે કે 9 જુલાઈથી 11 જુલાઈ સુધી તેણે પાકિસ્તાની સેનાના 70 ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા. જેમાં પાકિસ્તાની સેનાના ઓછામાં ઓછા 50 સૈનિકો માર્યા ગયા અને 51થી વધુ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમજ BLF એ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓ મિલિટરી ઇન્ટેલિજન્સ (MI) અને ISI ના 9 એજન્ટને મારી નાખ્યા હતા. BLF એ દાવો કર્યો છે કે 'ઓપરેશન BAAM' દરમિયાન બલૂચ લડવૈયાઓએ 7 મોબાઇલ ટાવર અને તેમની મશીનરીને આગ ચાંપી દીધી હતી અને પાકિસ્તાની સેનાની પ્રવૃત્તિઓને રોકવા માટે 22 સ્થળોએ કામચલાઉ ચેકપોસ્ટ સ્થાપિત કરવામાં આવી હતી.
BLF એ 72 કલાક સુધી ચાલેલા 'ઓપરેશન BAAM'માં 24 ખનિજ વહન કરતા ટ્રક અને ગેસ ટેન્કરનો પણ નાશ કર્યો. આ સાથે, પાંચથી વધુ સર્વેલન્સ ડ્રોન અને ક્વોડકોપ્ટરને તોડી પાડવામાં આવ્યા, જેનાથી પાકિસ્તાનની સર્વેલન્સ સિસ્ટમને નુકસાન થયું. BLF અનુસાર, તેના 70 હુમલાઓમાંથી 30થી વધુ સીધા પાકિસ્તાની સેના અને સરહદ સુરક્ષા દળના કર્મચારીઓ પર કરવામાં આવ્યા હતા, જ્યારે 2 હુમલા પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ પર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત BLF દ્વારા 4 હુમલાઓ એમ્બ્યુશ દ્વારા કરવામાં આવ્યા હતા અને એક-એક હુમલો કસ્ટમ્સ અને કોસ્ટ ગાર્ડ પર કરવામાં આવ્યો હતો. ઉપરાંત 4 હુમલાઓ લેવી ચેકપોસ્ટ પર અને 4 હુમલાઓ પોલીસ ચોકીઓ પર કરવામાં આવ્યા હતા.
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
