તા. ૨૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક વદ - ૬ ગુરૂવાર
નબળા પાસવર્ડના કારણોસર 158 વર્ષ જૂની કંપની થઇ ગઈ બરબાદ
હેકર્સે 158 વર્ષ જૂની કીંગ્ડમની કંપનીને કરી હેક:700લોકોને નોકરી ગુમાવવાની નોબત આવી:કોઈ પણ કંપનીને ટાર્ગેટ બનાવી હેકર્સ સિસ્ટમ હેક કરી રહ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: નબળા પાસવર્ડને કારણે એક હેકર્સ ગેંગ દ્વારા યૂનાઇટેડ કિંગડમની 158 વર્ષ જૂની કંપનીને હેક કરી હતી અને એના કારણે 700 લોકોએ નોકરી ગુમાવી પડી છે. હેકર્સ હવે કોઈ પણ કંપનીને ટાર્ગેટ કરીને તેમની સિસ્ટમ હેક કરી રહ્યા છે અને પૈસાની ડિમાન્ડ કરી રહ્યા છે. આ સિસ્ટમ ચાલું ન હોય ત્યાં સુધી કામ કરવું શક્ય નથી. તેમજ તમામ ડેટા મેળવવો પણ ખૂબ જ જરૂરી છે. આથી દરેક કંપની માટે હવે સિસ્ટમને હેક થવાથી બચાવવી ખૂબ જ માથાનો દુખાવો બની ગઈ છે. યૂકેની KNP લોજિસ્ટિક કંપનીની સિસ્ટમને હેકર્સ દ્વારા હેક કરવામાં આવી હતી. એક કર્મચારીનો પાસવર્ડ ધારીને હેકર્સ દ્વારા સિસ્ટમ હેક કરવામાં આવી. આ પાસવર્ડ ખૂબ જ નબળો હોવાથી એ દ્વારા કંપનીના કમ્પ્યુટરની એક્સેસ મેળવી લેવામાં આવી હતી. ત્યાર બાદ સિસ્ટમને હેક કરીને તમામ ડેટા એનક્રિપ્ટેડ કરી નાખવામાં આવ્યા હતા અને ઇન્ટર્નલ સિસ્ટમને પણ લોક કરી દેવામાં આવી હતી. આથી કંપનીના કોઈ પણ કર્મચારી આ ડેટાને જોઈ શકતો નથી અને એક્સેસ પણ કરી શકતો નથી. કંપનીના ડિરેક્ટર પોલ એબોટે જણાવ્યું હતું કે પાસવર્ડ કોમ્પ્રોમાઈઝ થયો હોવાથી સિસ્ટમ હેક થઈ છે. જોકે એ કયા કર્મચારીના કારણે થયું છે એ બાબતે એ કર્મચારીને પણ જાણ કરાઈ નથી.
આ ટ્રાન્સપોર્ટ કંપની 500થી વધુ ટ્રક ચલાવે છે અને એ ખૂબ જ જૂની કંપની છે. ઇન્ડસ્ટ્રીના IT સ્ટાન્ડર્ડ અને સાઇબર-અટેક ઇન્સ્યોરન્સ હોવા છતાં આ કંપની રેન્સમવેર અટેકનો શિકાર બની છે. આ સાઇબર અટેક અકિરા ગેંગ દ્વારા કરવામાં આવ્યો છે. કંપનીની સિસ્ટમનું એક્સેસ મેળવીને ડેટાને એનક્રિપ્ટેડ કરવામાં આવ્યો છે અને કર્મચારી એનો એક્સેસ કરી શકતી નથી. આથી એ ડેટા મેળવવા અને ડિક્રિપ્શન કી માટે અકિરા ગેંગ દ્વારા પૈસાની ડિમાન્ડ કરવામાં આવી છે. તેમણે મેસેજ લખ્યો હતો કે ‘તમે આ મેસેજ વાંચી રહ્યા છો એનો અર્થ એ થયો કે તમારી કંપનીની ઇન્ટર્નલ સિસ્ટમ સંપૂર્ણ રીતે અથવા તો અર્ધમરી અવસ્થામાં છે. આથી તમે આંસુઓ અને દુખની ચિંતા અમને કરવા દો અને આપણે આનો ઉકેલ લાવવા માટે વાતચીત કરી શકીએ.’









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
