<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

જાપાનમાં ગરમીએ માઝા મૂકી:ઇશિકાવા પ્રીફ્રેકચરના કોમાત્સુ શહેરનું તાપમાન 40.3 ડિગ્રી પહોંચ્યું

કાળઝાળ ગરમી સામે ઝઝૂમી રહ્યું છે જાપાન:અતિ ભારે ગરમીથી જન જીવન થયું અસ્ત વ્યસ્ત:જુદા જુદા વિસ્તારોમાં ખતરનાક હિટ વેવ શરૂ

નવી દિલ્હી  : ભારતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગમનથી ગરમીનો પારો ડાઉન જોવા મળે છે પરંતુ આજકાલ જાપાન કાળઝાળ ગરમી સામે ઝઝુમી રહયું છે. અતિ ગરમ ઉનાળાએ જન જીવન અસ્ત વ્યસ્ત કરી નાખ્યું છે. જાપાનના પૂર્વોત્તરમાં તોહોકુ ક્ષેત્રથી લઇને પશ્ચિમમાં ચુગોકુ ક્ષેત્ર સુધી વ્યાપક વિસ્તારોમાં ખતરનાક હિટ વેવ ફરી વળ્યું છે. ઇશિકાવા પ્રીફ્રેકચરના કોમાત્સુ શહેરમાં બપોર દરમિયાન તાપમાન ૪૦.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

જયારે તોયામા શહેરમાં તાપમાન ૩૯.૮ ડિગ્રી સેલ્સિયસ રહયું હતું. તોહોકુ ૪૦.૩ ક્ષેત્ર લઇને દક્ષિણી પ્રીફેચર ઓકિનાવા સુધી ૩૬ પ્રીફેકચરોમાં તાપમાન વધવાની ચેતવણી આપવામાં આવી છે. હવામાનખાતાએ લોકોને એર કન્ડીશનર ચલાવવા, પાણી પદાર્થો અને નમકનું પુરતા પ્રમાણમાં સેવન કરવાની સૂચના આપી છે. બહાર ખુલ્લામાં કામ કરતા હોય તેવા લોકોને સમયાંતરે વિશ્રામ લેવાની સલાહ આપવામાં આવી છે. 

(6:11 PM IST)