<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

સ્‍ટ્રેસ સામે ફાઇટ કરવા હવે ચીની યુવાનો વાપરે છે એડલ્‍ટ પેસિફાયર

આ પેસિફાયર્સને સ્‍ટ્રેસ અને એન્‍ગ્‍ઝાયટી રિલીફ પ્રોડક્‍ટ અને ઊંઘ લાવનારી પ્રોડક્‍ટ તરીકે વેચવામાં આવે છે

બીજીંગ, તા.૮: યુવાનોમાં સ્‍ટ્રેસ, ઍન્‍ગ્‍ઝાયટી અને અનિદ્રાની સમસ્‍યા વધી રહી હોવાથી માનસિક સ્‍વસ્‍થતા આપતા નુસખાઓ અને ગતકડાંઓની બોલબાલા વધી રહી છે. ચીનમાં ઑફિસના સ્‍ટ્રેસ અને નાણાકીય ભારણને કારણે ચિંતા, ઍન્‍ગ્‍ઝાયટી અનુભવતા યુવાનોમાં સ્‍ટ્રેસને શમાવવા માટે બાળકો જેવાં પૅસિફાયર્સ વાપરવાનો ટ્રેન્‍ડ વધ્‍યો છે. એશિયન દેશોમાં હવે માત્ર બાળકો માટે જ નહીં, પુખ્‍તો પણ મોઢામાં રાખીને ચૂસી શકે એવાં પૅસિફાયર્સ વપરાવા લાગ્‍યાં છે. એક ટ્રેન્‍ડ અનુસાર ચાઇનીઝ માર્કેટમાં એની ડિમાન્‍ડ ખૂબ વધી છે.  કામના સ્‍થળે સ્‍ટ્રેસ, કાર અને ઘરની લોનના હપ્તા ચૂકવવાની ચિંતા, સંબંધોમાં તનાવ અને મૉડર્ન લાઇફસ્‍ટાઇલનાં સ્‍ટાન્‍ડર્ડ્‍સ જાળવી રાખવાનું બર્ડન એટલું વધી રહ્યું છે કે યુવાનો રેસ્‍ટલેસ મનને શાંત કરવા માટે બિન્‍દાસ પૅસિફાયર વાપરે છે. આપણે રડતા બાળકને શાંત કરવા માટે મોંમાં પૅસિફાયર આપી દઈએ છીએ, એવું જ કંઈક યુવાનો પણ હવે કરી રહ્યા છે. મનની વિહવળતાને શાંત કરવા માટે જાતે જ તેઓ મોંમાં પૅસિફાયર લઈને ફરે છે. હવે તો ચાઇનીઝ માર્કેટમાં આ પૅસિફાયર્સને સ્‍ટ્રેસ અને ઍન્‍ગ્‍ઝાયટી રિલીફ પ્રોડક્‍ટ અને ઊંઘ લાવનારી પ્રોડક્‍ટ તરીકે વેચવામાં આવે છે. ચાઇનીઝ માર્કેટમાં ૧૦૦ રૂપિયાથી લઈને ૫૦૦૦ રૂપિયા સુધીનાં ફૅન્‍સી પૅસિફાયર્સ મળી રહ્યાં છે.

(3:31 PM IST)