News of Tuesday, 12th August 2025
૩ દિવસમાં ૩૪૩ લીટર દૂધ આપ્યું બ્રાઝિલની આ ગાયે

લંડન, તા.૧૨: બ્રાઝિલની ગિરોલૅન્ડો પ્રજાતિની ગાય પુષ્કળ દૂધ આપવા માટે દુનિયાભરમાં મશહૂર છે. આ પ્રજાતિની ગાય હૉલસ્ટેઇન અને ગીર ગાયનું સંકરણ કરીને બની હોવાથી ખાસ છે. સામાન્ય રીતે ગિરોલૅન્ડો ગાય ૩૦૫ દિવસના દૂધ આપવાના સમયમાં લગભગ ૩૬૦૦ લીટર દૂધ આપે છે, પરંતુ કેટલીક ગાયો એવી હોય છે જે દરરોજ ૧૦૦ લિટર દૂધ પણ આપી શકે છે. તાજેતરમાં બ્રાઝિલમાં યોજાયેલી ગાયોની દૂધક્ષમતાની સ્પર્ધામાં એક ગાયે ૩ દિવસમાં કુલ ૩૪૩ લીટર દૂધ આપીને નવો નૅશનલ રેકૉર્ડ બનાવ્યો છે. જોકે આ ગાયના માલિકનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં એક દિવસમાં વધુમાં વધુ ૧૨૭.૬ લીટર દૂધ આપતી ગાયનો વિક્રમ નોંધાયો છે. જોકે સ્પર્ધા દરમ્યાન બ્રાઝિલની આ ગાયે એક દિવસમાં ૧૨૦ લિટર દૂધ આપ્યું હતું, પરંતુ સતત ત્રણ દિવસ તેણે જે બમ્પર માત્રામાં દૂધ આપ્યું હતું એને નૅશનલ રેકૉર્ડમાં સ્થાન મળ્યું છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
