News of Tuesday, 19th August 2025
૭૫ વર્ષના દાદાને એઆઇ સાથે પ્રેમ થઈ જવાથી પત્નીને છૂટાછેડા આપવા તૈયાર થઈ ગયા

બીજીંગ તા.૧૯: ચીનમાં ૭૫ વર્ષના જિયાંગ નામના ૭૫ વર્ષના દાદાને પ્રેમ થઈ ગયો. જોકે એ કોઈ માણસ સાથે નહીં, પરંતુ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) સાથે. તેનો ચહેરો કમ્પ્યુટરથી બનેલો હતો, મુસ્કાન કળત્રિમ પરંતુ પર્ફેક્ટ હતી. જિયાંગભાઈ તેની સાથે નિયમિત ચૅટિંગ કરતા રહેતા અને એમાં જ તેઓ પ્રેમમાં પડી ગયા. આખો દિવસ એઆઇ સાથે વાતે વળગેલા પતિને પત્નીએ ટપારવાનું શરૂ કર્યું તો તેમની વચ્ચે તણખા ઝરવાનું શરૂ થઈ ગયું. વાત એટલી વણસી કે આખરે તેઓ પત્નીને છૂટાછેડા આપવા તૈયાર થઈ ગયા. જોકે વાત બહુ આગળ વધતાં જિયાંગભાઈનાં પૌત્ર-પૌત્રીઓએ તેમનો મોહભંગ કર્યો. ખ્ત્માં દેખાતી મહિલા અસલી નહીં પણ કળત્રિમ છે અને એનું કોઈ અસ્તિત્વ નથી એમ સમજાવ્યું ત્યારે તેઓ ભાંગી પડ્યા હતા.(૩૮.૯)
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
