<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

રેસ્‍ટોરામાં બેસીને કોળિયો મોંમાં નાખતાં જ બારીઓ તોડીને તેમના પર એસયુવી ચડી ગઈ

હ્યુસ્‍ટન તા.૨૨: અમેરિકાના હ્યુસ્‍ટનમાં બે ઇન્‍ફલુઅન્‍સર્સ રેસ્‍ટોરાંમાં ફૂડ કેવું છે અને અહીં શું-શું ખાવા જેવું છે એનો વ્‍લોગ બનાવી રહ્યા હતા. બન્ને એક બાજુ બેઠા હતા અને ટેબલ પર લગભગ આઠ-દસ વાનગીઓ સજાવીને તૈયાર હતી. બન્નેએ એમાંથી એક-એક ચીજ ઉઠાવીને કોળિયો મોંમાં મૂક્‍યો કે એ જ વખતે બાજુની બારી તોડીને એક એસયુવી તેમના પર ચડી આવી. કાર એટલી અચાનક અને સ્‍પીડમાં અંદર સુધી ઘૂસી આવી કે તેઓ સમજી જ ન શક્‍યા કે ખરેખર શું થયું. જોકે આ ઘટનામાં તેમને થોડીક જ ઈજા થઈ હતી.(૩૮.૨)

(10:01 AM IST)