<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

સફેદ બાજ ૯૦ કરોડ રૂપિયામાં વેચાયો

 

રિયાધ તા.૧: સાઉદી અરેબિયાના રિયાધમાં ચાલી રહેલા ઇન્‍ટરનેશનલ ફાલ્‍કન બ્રીડર્સના ઓક્‍શનમાં અત્‍યંત રેર ગણાતા સફેદ રંગના બાજે ખરેખર બાજી મારી લીધી. આ બાજ ૧.૨ મિલ્‍યન સાઉદી રિયાલ એટલે કે લગભગ ૯૦ કરોડ રૂપિયામાં વેચાયો હતો. અમેરિકાસ્‍થિત આરએક્‍સ ફાર્મનું આ સફેદ પંખી અત્‍યાર સુધીનો સૌથી મોંઘો બાજ બની ગયો છે.

આ ઓક્‍શનમાં બાજના સંરક્ષણ અને સંવર્ધન માટે કામ કરતા નિષ્‍ણાત બ્રીડરોએ ભાગ લીધો હતો. બાજ પક્ષીનું બ્રીડિંગ સાઉદી અરબની પરંપરાનું અભિન્ન અંગ છે. આમ તો આ સદીઓ પુરાણી વિરાસત હતી, પરંતુ સોશ્‍યલ મીડિયાને કારણે હવે એમાં સાઉદી અરબના યુવાનો પણ રસ લેતા થઈ ગયા છે. હજી આ ઓક્‍શન સોમવાર સુધી ચાલવાનું છે અને એમાં દુનિયાભરના એક-એકથી ચડિયાતા બાજોનું પ્રદર્શન થશે.(૩૮.૧૬)

 

 

 

 

 

 

 

 

 

(10:03 AM IST)