તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Friday, 5th September 2025
એઆઈની રેસમાં માઈક્રોસોફ્ટે કર્યું જોરદાર કમબેક
કોપાયલટ એઆઈ ચેટબોટનાં અસંખ્ય યુઝર્સ વધ્યા:એનાલિટિક્સ ફર્મ કોમસ્કોર દ્વારા આ આંકડા બહાર પાડવામાં આવ્યા:હવે માઇક્રોસોફ્ટ પણ AIની રેસમાં જબરદસ્ત ટક્કર આપી રહ્યું છે

નવી દિલ્હી: AIની રેસમાં હવે માઇક્રોસોફ્ટ પોતાની જગ્યા બનાવી રહ્યું છે. ગૂગલના જેમિની AI અને OpenAIના ચેટજીપીટીની સરખામણીએ માઇક્રોસોફ્ટના કોપાયલટ AI ચેટબોટના અસંખ્ય યુઝર્સ વધ્યા છે. છેલ્લા થોડા મહિનામાં માઇક્રોસોફ્ટ ખૂબ જ આગળ નીકળી રહ્યું છે. એનાલિટિક્સ ફર્મ કોમસ્કોર દ્વારા આ આંકડા બહાર પાડવામાં આવ્યા છે જેમાં કોના કેટલાં યુઝર્સ વધ્યા છે એની ટકાવારી આપવામાં આવી છે. આ ટકાવારીને જોઈને લાગે છે કે હવે માઇક્રોસોફ્ટ પણ AIની રેસમાં જબરદસ્ત ટક્કર આપી રહ્યું છે. અત્યાર સુધી જેમિની અને ચેટજીપીટીની સાથે ડીપસિકની જ ચર્ચા હતી. હાલમાં એક આંકડા મુજબ માર્ચથી જૂનમાં માઇક્રોસોફ્ટના કોપાયલટના યુઝર્સમાં 175 ટકાનો વધારો થયો છે. માર્ચ સુધી કોપાયલટના 3.2 મિલિયન યુઝર્સ હતા જે હવે વધીને 8.8 મિલિયન એક્ટિવ યુઝર્સ થઈ ગયા છે. ટકાવારીને ધ્યાનમાં જોઈએ તો આ આંકડો ખૂબ જ મોટો છે. બીજી તરફ જેમિનીના 68 ટકા યુઝર્સ વધ્યા છે અને હવે ટોટલ યુઝર્સ 14.3 મિલિયન યુઝર્સ છે. સૌથી ઓછા યુઝર્સ ચેટજીપીટીના વધ્યા છે. એમાં ફક્ત 17.9 ટકા યુઝર્સનો વધારો થયો છે અને ટોટલ આંકડો 25.4 મિલિયન યુઝર્સ થયા છે. ટોટલ યુઝર્સની સરખામણીએ ચેટજીપીટી ખૂબ જ આગળ છે, પરંતુ જે રીતે માઇક્રોસોફ્ટ દ્વારા સ્પીડ પકડવામાં આવી છે એ મુજબ એ દિવસ દૂર નથી કે તે જેમિનીને ટક્કર મારીને ચેટજીપીટીની નજીક પહોંચી જાય.
કોપાયલટના યુઝર્સ વધવા માટેનું સૌથી મોટું કારણ માઇક્રોસોફ્ટની ઇકોસિસ્ટમ છે. માઇક્રોસોફ્ટ દ્વારા એને 365, વિન્ડોઝ, એજ અને અઝુરે દરેક પ્લેટફોર્મમાં સમાવેશ કર્યો છે. આથી કામ કરવા માટે દરેક એપમાં કોપાયલટ જોવા મળી રહે છે. માઇક્રોસોફ્ટનો ઉપયોગ ઘણાં એન્ટરપ્રાઇઝમાં કરવામાં આવે છે. તેમની ઘણી એજન્સી અને બ્રાન્ડ સાથે પણ ડીલ છે અને એથી તેઓ કોપાયલટનો ઉપયોગ વધુ કરે છે. કોપાયલટમાં વોઇસ કમાન્ડ, ઓપન ટેબ્સ, પ્રોડક્ટની સરખામણી કરવી અને કોઈ પણ ખરીદી કરવી હોય તો ખૂબ જ સરળતાથી થઈ શકે છે. આથી એનો ઉપયોગ કરવો પણ સહેલો અને સરળ હોવાથી એના યુઝર્સ વધી રહ્યા છે.
આ ડેટા મુજબ એક બીજી વાત સામે આવી છે કે હવે યુઝર્સ ડેસ્કટોપ કરતાં વધુ મોબાઇલ પર એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. મોબાઇલ પર AI ઉપયોગ કરનારા યુઝર્સની સંખ્યામાં 5.3 ટકાનો વધારો જોવા મળ્યો છે. હવે ટોટલ 73.4 મિલિયન મોબાઇલ એક્ટિવ યુઝર્સ છે. બીજી તરફ ડેસ્કટોપ પર AIનો ઉપયોગ કરનારા યુઝર્સમાં 11.1 ટકાનો ઘટાડો થયો છે. આ યુઝર્સની ટોટલ સંખ્યા હવે 78.4 મિલિયન યુઝર્સ છે. આ ટ્રેન્ડ પરથી ખબર પડી શકે છે કે AI હવે કેવી રીતે દરેકની લાઇફનો એક ભાગ બની રહ્યું છે. મોબાઇલ યુઝર્સની સંખ્યા વધારો એટલે કે યુઝર્સ હવે રોજિંદી લાઇફમાં પણ તેનો ઉપયોગ કરી રહ્યા છે. ડેસ્કટોપ પર હોય ત્યારે ઓફિસના કામ અથવા તો પ્રોફેશનલ કામ માટે હોય એ બની શકે.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
