<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

વાછૂટની બરણીઓ ભરીને વેચનારી કન્‍યા હવે દાંત ન હોય એવા પુરુષોને ખાવાનું ચાવી આપે છે

આવાં ચીતરી ચડે એવાં કામોમાંથી બહેન લાખો રૂપિયાની કમાણી પણ કરે છે : થોડાં વર્ષો પહેલાં સ્‍ટીફની પોતાની વાછૂટ વેચવા માટે ફેમસ થઈ ગઈ હતી

ન્‍યુયોર્ક,તા.૦૬: અમેરિકામાં રહેતી સ્‍ટીફની મેટો નામની યુવતી સોશ્‍યલ મીડિયા ઇન્‍ફલુએન્‍સર હોવાની સાથે-સાથે એવાં-એવાં અળવીતરાં અને સાંભળીને ઊબકાં આવી જાય એવાં કામો કરે છે કે ન પૂછો વાત. અધૂરામાં પૂરું, આવાં ચીતરી ચડે એવાં કામોમાંથી બહેન લાખો રૂપિયાની કમાણી પણ કરે છે. થોડાં વર્ષો પહેલાં સ્‍ટીફની પોતાની વાછૂટ વેચવા માટે ફેમસ થઈ ગઈ હતી. તે વાછૂટમાં નીકળતો વાયુ જારમાં ભરી એને સીલ કરીને પાર્સલ કરતી અને લોકો એના પૈસા આપતા. એ પછી તેણે પોતાના વક્ષઃસ્‍થળમાં થયેલા પસીનાવાળાં કપડાં વેચવાનું શરૂ કર્યું. એમાંથી પણ તે ધૂમ કમાવા લાગી. તાજેતરમાં બહેને નવો ધંધો શરૂ કર્યો છે - લોકો માટે ખાવાનું ચાવવાનો. આ કામ તે દાંત ન હોય એવા પુરુષો માટે કરે છે અને એ પુરુષો તેને દોથો ભરીને પૈસા, સોરી ડોલર્સ આપે છે. તાજેતરમાં જ એક વિડિયો શેર કરીને તેણે પોતાના નવા કામની જાહેરાત કરી હતી. તે જાતજાતનું ખાવાનું ચાવીને એક બરણીમાં ભરે છે અને એ બરણીઓને સીલ પેક કરીને બોખા પુરુષોને આપે છે. આ કામ કરીને તે વીકમાં ૫૦,૦૦૦ ડોલર એટલે કે લગભગ ૪૪ લાખ રૂપિયા કમાઈ લે છે. કોઈનું ચાવેલું ખાવાની કલ્‍પના પણ ઊબકા લાવી દે એવી છે ત્‍યારે સ્‍ટીફની એ કામ કરુણાના ભાગરૂપે કરી રહી હોવાનો દાવો કરે છે. તેનું કહેવું છે કે ‘મને એક કસ્‍ટમરે કહેલું કે તેના મોંમાં સાવ જ દાંત નથી એટલે તે પેસ્‍ટ જેવી ચીજો જ ખાઈ શકે છે અને એનાથી તે કંટાળી ગયો છે. તેણે મને તેને ભાવતા નાસ્‍તાનો ઓર્ડર કરેલો જેને ચાવીને જારમાં ભરીને હું મોકલું છું.'

 જેઓ બોખા છે તેમને અવનવી ચીજો ખાવાનો સ્‍વાદ આવે એ માટે આ કામ બહુ જરૂરી છે. તેનો દાવો છે કે તે હાઇજીનનું પૂરતું ધ્‍યાન રાખે છે અને ચાવ્‍યા પછી ખોરાક આઇસની બેગ સાથે પેક કરે છે.(૪૦.૧૦)

 

 

 

 

(10:13 AM IST)