તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૭ ગુરૂવાર
News of Friday, 31st October 2025
પાપુઆ ન્યુ ગિનીના પહાડી વિસ્તારોમાં થયું ભૂસ્ખલન
મોડી રાતે બનેલ ભયાનક ઘટનામાં 30 લોકોના મૃત્યુના સમાચાર:અનેક ઘરો દટાઈ ગયા:એન્ગા પ્રાંતના કુકાસ ગામમાંઅનેક ઘાટો તબાહ થઇ ગયા:18મૃતદેહ હજુ સુધી મળી આવ્યા:અન્યની શોધખોળ શરૂ

નવી દિલ્હી: પાપુઆ ન્યૂ ગિનીના પહાડી વિસ્તારમાં ગુરુવારે (30 ઓક્ટોબર) મોડી રાત્રે ભૂસ્ખલનની ભયાનક ઘટના બની છે. ઓસ્ટ્રેલિયન મીડિયાના રિપોર્ટ મુજબ, ઘટનામાં 30 લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી છે, જ્યારે અનેક ઘરો દટાઈ ગયા છે. ઓસ્ટ્રેલિયન મીડિયાએ પોલીસને ટાંકીને કહ્યું છે કે, મોડી રાત્રે લગભગ બે વાગ્યે ભૂસ્ખલનની ઘટના બની છે, જેમાં એન્ગા પ્રાંતના કુકાસ ગામમાં અનેક ઘરો તબાહ થઈ ગયા છે. એન્ગા પ્રાંતના ગવર્નર પીટર ઈપાતાસે કહ્યું કે, સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર લગભગ 30 લોકોના મોત થયા છે, જેમાંથી 18 મૃતદેહો મળી આવ્યા છે.
ભૂસ્ખલનને કારણે ઘણા ગામડાઓમાં ઘણા ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. રાહત અને બચાવ કાર્યકર્તાઓ અહીંથી લોકોને બહાર કાઢવાનું કામ કરી રહ્યા છે. ઘણા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. ભૂસ્ખલન બાદ દટાયેલા મૃતદેહોને બહાર કાઢવામાં સ્થાનિક લોકો રાહત અને બચાવ કાર્યકરોની મદદ કરી રહ્યા છે. પોલીસે અત્યાર સુધીમાં 21 લોકોના મોતની પુષ્ટિ કરી છે. ગયા વર્ષે મે મહિનામાં પણ એન્ગામાં ભસ્ખલનની ઘટના બની હતી, જેમાં 670 ગ્રામજનોએ જીવ ગુમાવ્યો હતો.
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
