તા. ૧૩ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૧૦, શુક્રવાર
News of Friday, 7th November 2025
તૂર્કિયેમાં મંત્રણા વચ્ચે અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે થયો ભયાનક ગોળીબાર
શાંતિ મંત્રણા વચ્ચે અથડામણની ઘટના બની:ગોળીબારીમાં પાંચ લોકોના મૃત્યુ:અફઘાનિસ્તાનના હોસ્પિટલના એક અધિકારીએ આપી આ જાણકારી:આ ઘટના બાદ બંને દેશોએ એક બીજા પર ગોળીબારી શરૂ કરી હોવાનો આરોપ મુક્યો

નવી દિલ્હી: અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણા વચ્ચે અથડામણની ઘટના બની છે. બંને દેશોની સરહદ પર ગોળીબારમાં પાંચ લોકોના મોત થયા છે. અફઘાનિસ્તાનના દક્ષિણ કંધાર પ્રાંતના સ્પિન બોલ્ડક જિલ્લા હોસ્પિટલના એક અધિકારીએ આ અંગે જાણકારી આપી હતી. આ ઘટના બાદ બંને દેશોએ એક-બીજા પર ગોળીબાર શરૂ કરી હોવાનો આરોપ મૂક્યો હતો.
એકબાજુ બંને દેશો વચ્ચે તૂર્કિયેમાં ચાલી રહેલી શાંતિ મંત્રણાઓ અંતિમ તબક્કામાં છે. આ મંત્રણાનો ઉદ્દેશ તાજેતરમાં બંને દેશો વચ્ચે વધેલા તણાવ અને અથડામણનો અંત લાવવાનો છે. બીજી બાજુ બંને દેશો અવારનવાર એકબીજા પર હુમલા કરી રહ્યા છે.
પાકિસ્તાન લાંબા સમયથી અફઘાનિસ્તાન પર પાકિસ્તાન તાલિબાન (TTP) જેવા આતંકવાદી જૂથોને આશ્રય આપવાનો આરોપ મૂકતું આવ્યું છે, જે પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓ કરે છે. જોકે, તાલિબાન વહીવટીતંત્રે આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. સ્પિન બોલ્ડક હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું હતું કે આજના ગોળીબારમાં પાંચ લોકો માર્યા ગયા હતા, જેમાં ચાર મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય છ ઘાયલ થયા હતા. પાકિસ્તાની પક્ષ તરફથી જાનહાનિ અંગે તાત્કાલિક કોઈ માહિતી નથી.
તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે તૂર્કિયેમાં પાકિસ્તાન સાથે ત્રીજા રાઉન્ડની વાતચીત ચાલી રહી હતી ત્યારે પાકિસ્તાની દળોએ સ્પિન બોલ્ડક પર ગોળીબાર કર્યો હતો. ઇસ્લામિક અમીરાત દળોએ વાતચીતનો આદર કરતાં વધુ જાનહાનિ ટાળવા હાલ કોઈ જવાબ આપ્યો ન હતો.
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
