News of Tuesday, 25th November 2025
એક શરીર, બે જિંદગીઓ... જોડિયા બહેનોમાંથી એકનો છે બોયફ્રેન્ડ!
જોડિયા બહેનોનું શરીર એક છતાં લાગણીઓ અલગ-અલગ કેમ? કારમેન બોયફ્રેન્ડ સાથે કરશે લગ્ન?

ન્યુયોર્ક,તા.૨૫: એક શરીર સાથે બે બહેનોની જિદગીઓ જોડાયેલી છે. આ કોઈ ફિલ્મી કહાની નથી, સત્ય હકીકત છે. જન્મથી જ એકબીજા સાથે જોડાયેલી આ જોડિયા બહેનોનું એક એવું રાઝ છે કે, તમે જાણીને એક સમય માટે વિચારતા રહી જશો. તેમનું સૌથી રસપ્રદ રાઝ એ છે કે, બંને બહેનોમાંથી એકનો બોયફ્રેન્ડ છે. ૨૧ વર્ષીય કારમેન અને લુપિતા એન્ડ્રેડે એક ઓનલાઇન પ્લેટફોર્મ આસ્ક મી એનિથિગ પર તેમના જીવન સાથે જોડાયેલી કહાની શેર કરી હતી. આ દરમિયાન લોકોએ તેમને પૂછ્યું કે, તેમણે જીવનમાં કેટલો સંઘર્ષ કર્યો અને હવે તેઓ કેવી રીતે જીવી રહ્યા છે.
બે દિલ, બે મગજ પણ શરીર એક ધરાવતી આ બંને બહેનો સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. કારણ કે તેઓ હંમેશા સોશિયલ મીડિયા પર તેમની સાથે જોડાયેલી માહિતી શેર કરી રહે છે, અને લોકો પણ એકબીજા સાથે જોડાયેલી બહેનોની લાઇફ વિશે જાણવા ઉત્સુક હોય છે. મોટાભાગના લોકો માને છે કે, આવા જોડિયા બાળકો સંઘર્ષમય જીવન જીવે છે, પરંતુ તેમની સાથે આવું થતું નથી. કારમેન અને લુપિતાએ સ્પષ્ટ કર્યું કે, તેમના માથા સિવાયનું શરીર એકબીજા સાથે જોડાયેલું છે. તેમને આ વાત પર ભાર મૂક્યો હતો કે, બંને પાસે બે અલગ-અલગ દિલ અને મગજ છે, જેથી તેમની લાગણીઓ અને ઇચ્છાઓ અલગ અલગ છે. બંને બહેનોના શરીરના ઘણા ભાગો એકબીજા સાથે જોડાયેલા છે, જેમાં તેમનું પાચનતંત્ર અને પ્રજનન પ્રણાલી પણ શામેલ છે.
૨૧ વર્ષીય કારમેન અને લુપિતા એન્ડ્રેડેમાંથી એકને બોયફ્રેન્ડ હોવાની વાત કરી હતી. તેમ છતાં તેમણે જણાવ્યું હતું કે, તેમના શરીરમાં સંવેદનાઓ અલગ-અલગ છે પણ તેઓ દરેક વસ્તુને એકસરખું અનુભવે છે. ત્યારબાદ તેઓ તેમની ડેટિગ લાઇફ વિશે વાત કરવા લાગ્યા હતા. લુપિતાએ કહ્યું હતું કે, તે એસેક્સ્યુઅલ અને એરોમેટિક છે, એટલે કે તેને રોમાન્સ અને સેક્સ્યુઅલ રિલેશનશિપમાં કોઈ રસ નથી.
કારમેનએ ખુલાસો કર્યો હતો કે, તેનો લગભગ દોઢ વર્ષથી બોયફ્રેન્ડ છે. તેઓ બંને હિન્જ નામની ડેટિગ એપ પર મળ્યા હતા. તેની ડેટિંગ પ્રોફાઇલ પર આ વાત જણાવવી ખરેખર અજીબ હતી કે, તે એકબીજા સાથે જોડાયેલા જોડિયા છે. કારમેનએ કહ્યું કે, જાહેરમાં મેં દરેક બાબત વિશે લુપિતાને બધું સ્પષ્ટ રીતે કહી દીધું હતું. આ અમારા માટે એક નવી વસ્તુ હતી, જે અમે શીખી રહ્યા હતા. સાથે જ આ વિશે અમે વાત કરતા કે કઈ વસ્તુ ઠીક છે અને કઈ નહીં. કારમેનએ જણાવ્યું હતું કે, તે અને તેનો બોયફ્રેન્ડ લુપિતાની સ્થિતિને કારણે શારીરિક સંબંધ બાંધતા નથી. અમે તે રીતે ઇન્ટિમેટ થતા નથી, તેથી લુપિતાને આનાથી કોઈ સમસ્યા નથી. તેમને પૂછવામાં આવ્યું કે, શું તેમના લગ્ન થઈ શકે છે અને તેની કેટલી શક્યતા છે. કારમેનએ કહ્યું હતું કે, હાલમાં લગ્ન કરવાનો કોઈ વિચાર તેમના મનમાં નથી, કારણ કે તે માત્ર ૨૧ વર્ષની છે. હું હાલમાં જેને પણ ડેટ કરી રહી છું અથવા ભવિષ્યમાં જેને પણ ડેટ કરીશ, હું રિયલ લગ્ન કરતા જીવનસાથી બનવું વધુ પસંદ કરીશ.
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
