તા. ૨૫ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ વદ – ૧૧ શનિવાર
News of Monday, 1st December 2025
કઈ રીતે વજન ઘટાડી શકાય એ બતાવવા માટે ઇન્ફલુએન્સરે પહેલાં ૨૫ કિલો વજન વધાર્યું, પણ એમાં જ જીવ ગયો

લંડન તા.૧: ૩૦ વર્ષનો દિમિત્રી નુયાન્જિન નામનો એક સોશ્યલ મીડિયા ઇન્ફલુએન્સર દેખાડવા માગતો હતો કે તેનો વેઇટલોસ પ્રોગ્રામ કેટલો અસરકારક છે. જોકે તેનું વજન વધુ હતું નહીં. દિમિત્રીભાઈએ પોતે ૧૦૦ કિલો વજનના થયા પછી પોતાનો જ વેઇટલોસ પ્રોગ્રામ કઈ રીતે અસરકારક છે એ દેખાડવાનું બીડું ઝડપ્યું હતું. એ માટે તેણે ૨૫ કિલો વજન વધારવું પડે એમ હતું. સોશ્યલ મીડિયાના પ્રયોગ માટે દિમિત્રી એ કરવા પણ તૈયાર હતો. તેણે રોજ દસ હજાર કેલરીનું ફૂડ ખાઈને વજન વધારવાનું શરૂ કર્યું. તેણે જ્યાં સુધી પોતાનું વજન ૨૫ કિલો વધી ન જાય ત્યાં સુધી રોજ ભારે, વજન વધારે એવું ભોજન લેવાનું ચાલુ કર્યું હતું. એક વાર ૧૦૦ કિલો વજન થઈ જાય એ પછીથી તેણે વેઇટલોસ કઈ રીતે થાય એનું ડેમોન્સ્ટ્રેશન કરવું હતું. જોકે વજન વધારવાની જર્ની જ તેના માટે ઘાતક નીકળી. અચાનક શરીરમાં જમા થઈ રહેલી ચરબીને કારણે તેનું ઊંઘમાં જ હાર્ટ-અટેકથી મૃત્યુ થઈ ગયું હતું. વજન વધારવા માટે તે રોજ મેંદો, શુગર અને પ્રોસેસ્ડ ફેટવાળી ચીજો પુષ્કળ માત્રામાં ખાતો હતો જેને કારણે તેની રક્તવાહિનીઓમાં ફેટ જમા થવાનું શરૂ થઈ ગયું હતું અને તેને પુષ્કળ થાક લાગતો હતો અને હાંફ ચડવા લાગી હતી. તેણે વેઇટલોસ કરવાનું શરૂ કર્યું એ પછી જિમમાં ટ્રેઇનિગ કરવાનું શક્ય નહોતું રહ્યું અને એક દિવસ ઊંઘમાં જ હાર્ટ-અટેક આવી જતાં તેનું મૃત્યુ થઈ ગયું હતું.
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
