News of Tuesday, 2nd December 2025
શ્વાન જેટલી હાઇટ ધરાવે છે વિશ્વનો ટચૂકડો ઘોડો
એનું કદ ૨૧.૧ ઇંચનું છે એટલે કે એવરેજ શ્વાન જેટલી હાઇટ છે

બર્લિન,તા.૦૨: ઘોડા તો હંમેશાં ખડતલ, જોમદાર અને તાકતવર જ હોય એવું જરૂરી નથી. કેટલાક ઘોડા ટચૂકડી સાઇઝના જ રહી જાય એવું પણ શક્ય છે. જેમ કે જર્મનીનો પુમકેલ નામનો ઘોડો. એની હાઇટ ૫૨.૬ સેન્ટિમીટર એટલે કે લગભગ ૨૧.૧ ઇંચ જેટલી છે અને એની ક્યુટનેસ જોઈને ભલભલાનું મન મોહી જાય એમ છે. આ પુમકેલભાઈ ભલે કદમાં નાના છે, પરંતુ ફરે છે ત્યારે ઠસ્સો તો અસ્સલ ઘોડા જેવો જ છે. પવન વાતો હોય ત્યારે દોડતી વખતે એની ગરદન પરના વાળ હવામાં લહેરાતા હોય એ જોઈને જાણે પુમકેલભાઈ જોમનું પાવરહાઉસ હોય એવું જ ભાસે છે. એનો કોન્ફિડન્સ અફલાતૂન છે, પણ સાથે જ એ એટલો પ્રેમાળ છે કે એનો ઉપયાગ થેરપી હોર્સ તરીકે થાય છે. નર્સિગ હોમ્સ, સ્કૂલો અને ડિસેબિલિટી સેન્ટર્સમાં જઈને પુમકેલભાઈ એમની નિર્દોષ રમતોથી પીડામાં જીવતા અનેક લોકોને શાતા આપવાનું કામ કરે છે. તાજેતરમાં જ પુમકેલનું નામ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં વિશ્વના સૌથી ટચૂકડા ઘોડા તરીકે નોંધાયું છે.
એનું કદ ૨૧.૧ ઇંચનું છે એટલે કે એવરેજ શ્વાન જેટલી હાઇટ છે. એમ છતાં એનો ઠસ્સો પુખ્ત ઘોડા જેવો જ છે. ટચૂકડો હોવાને કારણે એને સ્ટાર જેવી ટ્રીટમેન્ટ મળે છે. જર્મન ટીવી-શો અને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સની ઇવેન્ટ્સમાં પણ તે ભાગ લે છે. એક પુખ્ત વયના ઘોડા કરતાં એનું કદ લિટરલી દસગણું નાનું છે
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
