News of Monday, 22nd December 2025
દક્ષિણ આફ્રિકાના જોહાનીસબર્ગની પાસે થયેલ અંધાધૂંધ ગોળીબારીની ઘટનામાં 10 લોકોના મૃત્યુ
અન્ય 10 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી:ઇજાગ્રસ્તો પૈકી કેટલાકની હાલત ગંભીર:અજ્ઞાાત બંદૂકધારી જોહાનીસબર્ગ પાસેના એક ગામમાં આ ગોળીબારી થઈ હતી

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકામાં જોહાનીસબર્ગની પાસે થયેલા અંધાધૂંધ ગોળીબારમાં ૧૦નાં મોત થયાં છે. અન્ય ૧૦ને ઇજાઓ થઈ છે. ઇજાગ્રસ્તો પૈકી કેટલાકની હાલત ગંભીર છે. એએફપીએ પોલીસના હવાલે આ માહિતી આપી છે. એજન્સીએ જણાવ્યું છે કે અજ્ઞાાત બંદૂકધારી જોહાનીસબર્ગ પાસેના એક ગામમાં આ ગોળીબારી થઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આ પાછળનો હુમલાખોરનો હેતુ જાણી શકાયો નથી.
આ ઘટના એક પબ (શરાબખાના) પાસે થઈ હતી. હુમલાખોરે અચાનક જ રસ્તા ઉપર જતા આવતા લોકોને નિશાન બનાવવા શરૂ કર્યું. તે સાથે ચીસાચીસ શરૂ થઈ ગઈ. ૧૦ લોકોનાં સ્થળ ઉપર જ મૃત્યુ થયાં હતાં. ઘણાંને ઇજાઓ થઈ હતી. તે પૈકી ૧૦ને વધુ ઇજાઓ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ગોળીબારીની ઘટના બની તે સ્થળની નજીક જ સોનાની ખાણ આવેલી છે. તેમાં ઘણા મજૂરો કામ કરે છે અને ત્યાં ગેરકાયદે દારૂનાં પીઠાં પણ ચાલે છે. આ હુમલાખોર નાસી ગયો હતો. દક્ષિણ આફ્રિકામાં હમણાં હમણાંથી ગોળીબારીની કેટલીયે ઘટનાઓ બની રહી છે. ૬ ઠ્ઠી ડિસેમ્બરે કેટલાક બંદૂકધારીઓએ એક હોસ્ટેલ પર હુમલો કર્યો હતો. તેમાં ઓછામાં ઓછા ૧૨નાં મૃત્યુ થયાં હતાં.
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
