News of Wednesday, 31st December 2025
ચીનના મોલમાં વોશરૂમના દરવાજા કાચના બનેલા છે, જો એમાં સિગારેટ પીએ તો ગ્લાસ ટ્રાન્સપરન્ટ થઈ જાય
આખરે ચીનાઓએ આ માટે પણ ટેકનોલોજીનો જ સહારો લીધો

વોશરૂમમાં તેમ જ નોન-સ્મોકિંગ એરિયામાં બધે જ એવા ગ્લાસ લગાવ્યા છે જે સિગારેટના ધુમાડાની ગરમીથી ટ્રાન્સપરન્ટ થઈ જાય
બીજીંગ,તા.૩૧: સિગારેટ પીવી એ હેલ્થ માટે હાનિકારક છે અને જાહેરમાં સિગારેટ પીવી એ અનેક દેશોમાં ગુનો ગણાય છે. એ જ કારણસર લોકો પબ્લિક પ્લેસમાં આવેલા વોશરૂમ એરિયામાં સિગારેટ પીવા માંડે છે. ચીનના શેનઝેન શહેરમાં આવી સમસ્યા ખૂબ હતી. લોકો શહેરના મોલના વોશરૂમમાં લપાઈને સિગારેટ પીતા હતા. એવામાં મોલમાં આ માટે સખત નિયમ બનાવવામાં આવ્યા હતા, પણ કોઈ રંગેહાથ પકડાય નહીં તો તેમને દંડ કરવાનું પણ શક્ય નહોતું બનતું. આખરે ચીનાઓએ આ માટે પણ ટેક્રોલોજીનો જ સહારો લીધો. વોશરૂમમાં તેમ જ નોન-સ્મોકિગ એરિયામાં બધે જ એવા ગ્લાસ લગાવ્યા છે જે સિગારેટના ધુમાડાની ગરમીથી ટ્રાન્સપરન્ટ થઈ જાય. મલતબ કે તમે જો બાથરૂમમાં ફૂંકવા બેસી ગયા તો જે કાચનો દરવાજો બંધ છે એ બંધ હોવા છતાં ટ્રાન્સપરન્ટ થઈ જાય અને તમારી ચોરી પકડાઈ જાય. આ ટેક્રોલોજીમાં કાચને ઇલેક્ટ્રિસિટીની મદદથી ધૂંધળો બનાવવામાં આવે છે. ઓરિજિનલી કાચ ટ્રાન્સપરન્ટ જ હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ સિગારેટ પીએ છે ત્યારે એના ધુમાડાને ડિટેક્ટ કરીને કાચને મળતી ઇલેક્ટ્રિસિટી રોકાઈ જાય છે. કાચ પારદર્શક થઈ જતાં અંદરનો માણસ એક્સપોઝ થઈ જાય છે.(૪૦.૮)
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
