News of Wednesday, 31st December 2025
ટ્રમ્પ ૨૦૨૬માં ગંભીર માંદગીમાં સપડાશે, પેરુના તાંત્રિકોની આગાહી

દક્ષિણ અમેરિકન દેશ પેરુના પ્રખ્યાત તાંત્રિકોએ આગાહી કરી છે કે ડોનાલ્ડ ટ્રમ્પને ૨૦૨૬માં મોટી માંદગી આવશે. લિમાની દક્ષિણે આવેલા બીચ પર ભેગા થયેલા તાંત્રિકોએ વર્ષાંતે પૂજા કરતી વખતે વિશ્વના જાણીતા રાજકીય નેતાઓ અંગે આગાહી કરી હતી, તેમા આ આગાહી કરી હતી. તેઓએ ત્યાં સુધી જણાવ્યું હતું કે ટ્રમ્પ એટલા માંદા પડશે કે અમેરિકાએ તેમના વિકલ્પ પર વિચાર કરવો પડશે. આ ઉપરાંત રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધનો આગામી વર્ષે અંત આવશે તેમ તેમણે જણાવ્યું હતું. જો કે હાલમાં બંને વચ્ચે ચાલતી શાંતિ મંત્રણામાં ૯૦ ટકા માંગ પર સંમતિ સધાતા આવું થશે તેમ લાગી રહ્યું છે. આ ઉપરાંત વેનેઝુએલાનો પ્રમુખ નિકોલસ મદુરો ભાગી જશે એમ તેમણે જણાવ્યું હતું. ટ્રમ્પ તેમને સત્તા પરથી બેદખલ કરશે, ઉલ્લેખનીય છે કે અર્મેરિકાએ હાલમાં વેનેઝુએલા પર હુમલો કર્યો છે. આ તાંત્રિકોએ ફૂલો, પૂજાની સામગ્રી અને શષો સાથે તંત્રવિધિ કરી હતી. આ ઉપરાંત તેમણે પેરુવિયન પ્રમુખપદ કૈકો ફુજીમોરી આવશે તેમ જણાવ્યું હતું. તે ત્રણ વખત હારી ચૂકી છે. તેઓએ આ ઉપરાંત નવું વર્ષ ભૂકંપ અને ક્લાઈમેટ ચેન્જની વિપરીત અસરોથી ભરપૂર રહેવાની આગાહી કરી છે.(૪૦.૧૭)
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
