News of Monday, 5th January 2026
છૂટાછેડા થવાથી ટેટૂ દૂર કરવાને બદલે પત્નીના સ્થાને ગોરીલો બનાવી દીધો
લગ્ન થયા પછી પત્નીનો ચહેરો છૂંદાવ્યો, છૂટાછેડા થવાથી ટેટૂ દૂર કરવાને બદલે પત્નીના સ્થાને ગોરીલો બનાવી દીધો : આ બન્ને તસવીરો ભાઈએ શેર કરી છે જેમાં તલાક પહેલાં અને તલાક પછીનાં પરિવર્તનો જોઈ શકાય છે

લોસ ઍન્જલસ,તા.૦૫: અમેરિકાના લોસ ઍન્જલસમાં એક માણસે પોતાની પ્રેમકહાણીમાં આવેલા ટ્વિસ્ટને કઈ રીતે હેન્ડલ કર્યો એની વાત સોશ્યલ મીડિયામાં શેર કરી છે. માણસ પ્રેમમાં હોય અને લગ્ન કરે ત્યારે જીવનસાથી જ સબકુછ હોય. પત્ની સાથે પ્રેમમાં ગળાડૂબ આ ભાઈએ પોતાના બાવડા પર પત્નીનો ચહેરો ટેટૂ તરીકે બનાવી લીધો. જોકે બધાં લગ્નો સફળ નથી થતાં. આ ભાઈના પણ છૂટાછેડા થઈ ગયા. હવે બાવડા પર રોજ પત્નીનો ચહેરો જોઈને દુખી થવાનું? ના, આ ભાઈએ પત્નીના ચહેરાના સ્થાને ટેટૂ મોડિફાય કરાવીને ગોરીલાનો ચહેરો બનાવડાવી લીધો. આ બન્ને તસવીરો ભાઈએ શેર કરી છે જેમાં તલાક પહેલાં અને તલાક પછીનાં પરિવર્તનો જોઈ શકાય છે.(૪૦.૮)
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
