News of Friday, 30th January 2026
દુબઇમાં આકાર પામશે ગોલ્ડ સ્ટ્રીટઃ સોનાથી નગરી સજશે !
દુનિયાભરમાંથી લોકોને આકર્ષવા માટે નવતર પ્રયોગ હાથ ધરાયો : દુબઈ ગોલ્ડ ડિસ્ટ્રિક્ટમાં બનાવવામાં આવશે, જે દેરા વિસ્તારમાં વિકસાવવામાં આવી રહી છે

દુબઈ તા.૩૦: સોનું, એક એવી વસ્તુ જે સદીઓથી લોકપ્રિય રહી છે, સોનું હાલમાં તેના ઉલ્કા સમાન ઉછાળા માટે સમાચારમાં છે. લોકો તેમના ભંડારમાં સોનું સંગ્રહ કરે છે, પરંતુ જો કોઈ સોનાનો ઉપયોગ કરીને આખી શેરી બનાવી દે તો શું ? આヘર્ય પામશો નહીં, આ ખરેખર દુબઈમાં બનવા જઇ રહ્યું છે, જે વિશ્વભરના Gold Street તરીકે ઓળખાનાર છે.
દુબઈએ વિશ્વની પ્રથમ ગોલ્ડ સ્ટ્રીટના નિર્માણની જાહેરાત કરી છે. આ શેરી દુબઈ ગોલ્ડ ડિસ્ટ્રિક્ટમાં બનાવવામાં આવશે, જે દેરા વિસ્તારમાં વિકસાવવામાં આવી રહી છે. ગોલ્ડ સ્ટ્રીટ ની જાહેરાત પ્રોપર્ટી ડેવલપર ઇથ્રા દુબઈ દ્વારા તાજેતરમાં નવા ગોલ્ડ ડિસ્ટ્રિક્ટના લોન્ચ દરમિયાન કરવામાં આવી હતી. આ ગોલ્ડ સ્ટ્રીટ એવા પ્રવાસીઓને આકર્ષશે જેઓ આ કિમતી પીળી ધાતુની તેજસ્વીતાનો નજીકથી અનુભવ કરવા માંગે છે.
દુબઈ ગોલ્ડ ડિસ્ટ્રિક્ટ નામનો આ પ્રોજેક્ટ ૧,૦૦૦ થી વધુ પ્રખ્યાત ઝવેરીઓ અને સોનાના વેપારીઓને એકઠા કરી રહ્યો છે. સોના અને દાગીનાની સમગ્ર શૃંખલા એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે. રિટેલ અને હોલસેલ બંને રીતે અહીં સોનું ખરીદી શકાય તેવું આયોજન છે. સોના અને સોનાના વેપારમાં પણ રોકાણ કરવાની તકો ઉપલબ્ધ થશે. દુબઈ ગોલ્ડ ડિસ્ટ્રિક્ટ ફક્ત સોનું અને ઘરેણાં જ નહીં, પરંતુ પરફયુમ, કોસ્મેટિક્સ અને વૈભવી જીવનશૈલી ઉત્પાદનો પણ ગ્રાહકોને ઓફર કરશે.
નોંધપાત્ર રીતે, ભારતીય બ્રાન્ડ્સ પણ આ જગ્યાએ હાજર રહેશે. તનિષ્ક, મલબાર ગોલ્ડ અને જોયાલુક્કાસ જેવા પ્રખ્યાત સોનાના રિટેલર્સ પણ અહીં તેમના શોરૂમ સ્થાપશે. જોયાલુક્કાસ મધ્ય પૂર્વમાં તેનો સૌથી મોટો ફલેગશિપ સ્ટોર ખોલવાની તૈયારી કરી રહ્યું છે, જે ૨૪,૦૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલો હશે.
દુબઈ અને સોના વચ્ચે ગાઢ સંબંધ છે. ફક્ત ૨૦૨૪-૨૫માં, સંયુક્ત આરબ અમીરાત (UAE) એ આશરે ઼૫૩.૪૧ બિલિયનનું સોનાની નિકાસ કરી હતી, જે તેને વિશ્વનું બીજું સૌથી મોટું ભૌતિક સોનાનું વેપાર સ્થળ બનાવે છે. ભારત ઉપરાંત, સ્વિટ્ઝર્લેન્ડ, યુનાઇટેડ કિગડમ, હોંગકોંગ અને તુર્કી જેવા દેશો દુબઈથી સોનાના અગ્રણી ખરીદદારોમાં સામેલ છે. હવે, આ ગોલ્ડ ડિસ્ટ્રિક્ટ પૂર્ણ થવાથી, દુબઈ વૈશ્વિક સોનાની ખરીદી માટે એક મુખ્ય કેન્દ્ર બનશે.
દુબઈ ગોલ્ડ ડિસ્ટ્રિક્ટની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, ફક્ત ૨૦૨૫ માં જ ૧૪૭ વિવિધ દેશોના ખરીદદારોએ આ જિલ્લાની મુલાકાત લીધી હતી. હવે, ખરીદદારો અને પ્રવાસીઓને આકર્ષવા માટે અહીં ગોલ્ડ સ્ટ્રીટ બનાવવાની યોજના બનાવવામાં આવી છે.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
