News of Monday, 16th February 2026
ફલોરિડામાં કાર રેસ દરમિયાન ૧૭ કારો અથડાઈ
કાર રેસ દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઇઃ અફર તફરીનો માહોલ સર્જાયોઃ સદનસીબે મોટી જાનહાનિ ટળી

ફલોરિડા તા.૧૬: અમેરિકાના ફલોરિડામાં કાર રેસિગ દરમિયાન મોટો અકસ્માત સર્જાયો હતો. લોકપ્રિય રેસિગ સ્થળ ડેટોના બીચ Daytona Beach પર યોજાયેલી સ્પર્ધા દરમિયાન એક સાથે ૧૭ કારો એકબીજા સાથે અથડાતા ટ્રેક પર હાહાકાર મચી ગયો. ઝડપી ગતિએ દોડતી કારોમાં અચાનક નિયંત્રણ ગુમાવતાં ચેઇન રિએક્શન સર્જાયું અને અનેક વાહનો એકબીજા સાથે ટકરાયા.
અકસ્માત બાદ ટ્રેક પર કારોના ભાગો અને કાટમાળ ઉડતા જોવા મળ્યા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે અથડામણ કેટલી ગંભીર હતી. દર્શકો માટે થોડા સમય માટે ભયજનક પરિસ્થિતિ ઉભી થઈ હતી, અને રેસ તાત્કાલિક સ્થગિત કરાઈ.
ભયાનક લ્લશ્યો છતાં સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નોંધાઈ નથી. ઇમરજન્સી ટીમોએ તરત જ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. કેટલાક ડ્રાઈવરોને હળવી ઇજાઓ પહોંચી હોવાની માહિતી મળી રહી છે. આયોજકો દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને ભવિષ્યમાં સુરક્ષા વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવાની ખાતરી આપવામાં આવી છે
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
