<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

દીકરાની યાદમાં પિતાએ ૬ કરોડની લક્‍ઝરી કાર જમીનમાં દાટી દીધી

પ્રિયજનના મૃત્‍યુનો આઘાત એટલો ઘેરો હોય છે કે ક્‍યારેક માણસને તેની યાદમાં દુનિયાની સૌથી કિંમતી ચીજ પણ વામણી લાગવા લાગે છે

મોસ્‍કો,તા.૧૭: પ્રિયજનના મૃત્‍યુનો આઘાત એટલો ઘેરો હોય છે કે ક્‍યારેક માણસને તેની યાદમાં દુનિયાની સૌથી કીમતી ચીજ પણ વામણી લાગવા લાગે છે. આવા જ આઘાતમાં એક પિતાએ દીકરાને લાવી આપેલી ૬ કરોડ રૂપિયાની BMW કાર જમીનમાં દાટી દીધી હતી.

વાત એમ હતી કે પિતાએ દીકરાને તેના જન્‍મદિવસ પર BMW કાર સરપ્રાઇઝ ગિફટ તરીકે આપી હતી. દીકરાએ કદી મોંઘી કારની માગણી કરી નહોતી, પરંતુ પિતાએ પુત્રપ્રેમમાં કાર ખરીદીને આપી હતી. જોકે હજી તો કાર ઘરે આવી જ હતી અને થોડા જ દિવસોમાં દીકરાનું અચાનક અવસાન થઈ ગયું. એ પછી જ્‍યારે પણ પિતા પેલી લક્‍ઝરી કારને જોતા અને તેમનું હૃદય ભરાઈ આવતું. એ કારને કારણે દીકરાની યાદ તેમને ચેન નહોતી આપી રહી. આખરે પિતાએ એ નવીનક્કોર BMW કાર પણ દીકરાની કબર પાસે જ મોટો ખાડો ખોદીને દફનાવી દીધી. જોકે તેમને ડર હતો કે કોઈકને ખબર પડશે તો ચોરો આ કબર ખોદીને કાર કાઢી લેશે. કોઈ એવું ન કરી શકે એ માટે તેમણે કબરમાં કાર નીચે ઉતાર્યા પછી કોન્‍ક્રીટથી કબર ભરી દીધી. કારની ટોચ દેખાતી બંધ થઈ એટલે પિતાએ એ કારની ચાવી પણ ત્‍યાં જ કોન્‍ક્રીટમાં નાખી દીધી હતી

(10:05 AM IST)