News of Saturday, 14th March 2026
અમેરિકાના પ્રતિબંધોના ફિચરા ઉડાડતું ટિકટોક: પ્રતિબંધોની ઐસીતૈસી કરીને મેળવી લીધી એનવીડિયાની સુપરપાવર AI ચિપ્સ
ચીની દિમાગનો માસ્ટરસ્ટ્રોક: મલેશિયાના રસ્તે રમાયો ખેલ, ૨.૫ અબજ ડોલરના ખર્ચે ૩૬,૦૦૦ જેટલી અત્યાધુનિક 'બ્લેકવેલ' ચિપ્સનો જંગી ઓર્ડર

નવી દિલ્હી: એક બાજુ અમેરિકાના પ્રતિબંધોની તલવાર ટિકટોક પર લટકી રહી છે, ત્યાં બીજી બાજુ ટિકટોકની પેરન્ટ કંપની બાઇટડાન્સે (ByteDance) વોશિંગ્ટનને જોરદાર આંચકો આપ્યો છે. અમેરિકાએ ચીન પર લાદેલા કડક પ્રતિબંધો છતાં, બાઇટડાન્સે દુનિયાની સૌથી શક્તિશાળી ગણાતી એનવીડિયા (Nvidia) ની AI ચિપ્સ મેળવવામાં સફળતા મેળવી છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા સિલિકોન વેલીથી લઈને પેન્ટાગોન સુધી ખળભળાટ મચી ગયો છે.
બાઈટડાન્સના પ્રોજેક્ટમાં ૫૦૦ એનવીડિયા બ્લેકવેલ કમ્પ્યુટિંગ સિસ્ટમ્સનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં અંદાજે ૩૬,૦૦૦ બી ૨૦૦ એઆઈ ચિપ્સ હશે. આ પ્રોજેક્ટનો ખર્ચ ૨.૫ અબજ ડોલરથી વધુ થઈ શકે છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાઈટડાન્સને વૈશ્વિક સ્તરે એઆઈ રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે જરૂરી મોટી કમ્પ્યુટિંગ ક્ષમતા આપશે.
ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર ૨૦૨૨થી અમેરિકાએ ચીનને અદ્યતન એઆઈ ચિપ્સની સીધી નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે.
આ નિયમો હેઠળ પાવરફૂલ ચિપ્સને ચીનમાં વેચી શકાતી નથી. જેની અસર બાઈટડાન્સ, અલીબાબા અને ટેન્સેન્ટ જેવી ચીની કંપનીઓ પર પડી છે. બાઈટડાન્સ છેલ્લા કેટલાક વર્ષોથી એઆઈ આધારિત એપ્લિકેશન્સ અને ટૂલ્સ વિકસાવી રહી છે. એનવીડિયાની એઆઈ ચિપ્સનો ઉપયોગ બાઈટડાન્સને એઆઈ રેસમાં આગળ વધવામાં મદદરૂપ થશે.
(5:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
