News of Monday, 16th March 2026
ટ્ર્મપે વૈશ્વિક ઓઇલ ઈન્ડસ્ટ્રીને આપી ખુલ્લેઆમ ચેતવણી
વૈશ્વિક તેલ બજારમાં ભારે ફફડાટ: ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ સામે ઉદ્યોગ જગતનો ખુલ્લો બળવો; વિશ્વને આર્થિક મહાકાય સંકટમાંથી ઉગારવા ‘બ્રહ્માસ્ત્ર’ જેવો છેલ્લો ઉપાય બતાવ્યો

નવી દિલ્હી: અમેરિકાના પ્રમુખ પદે ડોનાલ્ડ ટ્રમ્પની વાપસીની અટકળો અને તેમની ‘ડ્રિલ, બેબી, ડ્રિલ’ની નીતિએ આખી દુનિયાના ઓઇલ માર્કેટમાં ખળભળાટ મચાવી દીધો છે. હવે સીધો જ મોરચો માંડીને વૈશ્વિક ઓઇલ ઇન્ડસ્ટ્રીના માંધાતાઓએ ટ્રમ્પને ખુલ્લી ચેતવણી આપી દીધી છે કે જો બેફામ રીતે ઉત્પાદન વધાર્યું કે ટેરિફ વોર છેડ્યું, તો વિશ્વ અર્થતંત્રના ધજાગરા ઉડી જશે!
વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, એક્સન મોબિલ, શેવરોન અને કોનોકોફિલિપ્સ જેવી કંપનીઓના વડાઓએ વ્હાઈટ હાઉસમાં મહત્વની બેઠક કરી હતી. તેલ ઉદ્યોગના નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, હોર્મુઝની સામુદ્રધુની એ તેલ-ગેસ સપ્લાય માટેનો સૌથી મહત્વનો દરિયાઈ માર્ગ છે. જો અહીં યુદ્ધને કારણે અવરોધ ઊભો થશે, તો ગ્લોબલ એનર્જી માર્કેટમાં ભારે અસ્થિરતા આવશે. જો સપ્લાય ઓછો થશે અને બજારમાં અટકળો તેજ થશે, તો ક્રૂડ ઓઈલની કિંમતો વર્તમાનના ઉચ્ચ સ્તરને પણ વટાવી જશે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો સતત વધી રહી છે. સોમવારે માર્કેટની સ્થિતિ કંઈક આવી હતી. બ્રેન્ટ ક્રૂડ 105 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું હતું. WTI ક્રૂડ 100 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગયું છે. તેલ કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે જો હોર્મુઝ માર્ગ ફરીથી સંપૂર્ણપણે સુરક્ષિત નહીં થાય, તો બજારને સ્થિર કરવું અશક્ય બની જશે.
ઉર્જા સંકટ અને વધતી મોંઘવારીને રોકવા માટે ટ્રમ્પ પ્રશાસન અનેક વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. રશિયન ઓઈલ પરના પ્રતિબંધોમાં ઢીલ આપવામાં આવી છે. અમેરિકાના ઈમરજન્સી ક્રૂડ ઓઈલ રિઝર્વનો ઉપયોગ કરી શકે છે. વેનેઝુએલાથી તેલની આયાત વધારવાની શક્યતા ચકાસવામાં આવી શકે છે. નિષ્ણાતોના મતે, યુદ્ધ જો લાંબુ ચાલશે તો રિફાઈન્ડ પ્રોડક્ટ્સની ભારે અછત સર્જાઈ શકે છે. જેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે.
(5:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
