News of Monday, 16th March 2026
હવે યુદ્ધના મેદાનમાં ‘ચેટબોટ’ ચલાવશે ચાલ: અમેરિકન આર્મીનો ખતરનાક પ્લાન!
દુશ્મનો સાવધાન! પેન્ટાગોન હવે OpenAI અને Google સાથે હાથ મિલાવી AI સેનાપતિ તૈયાર કરશે; સેકન્ડોમાં બનશે યુદ્ધની રણનીતિ, લોહી વહેતું અટકાવવા મશીનો લેશે નિર્ણય

નવી દિલ્હી: વિશ્વના સૌથી શક્તિશાળી ગણાતા અમેરિકાએ હવે યુદ્ધ લડવાની રીત આખી બદલી નાખી છે. ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ પેન્ટાગોન (અમેરિકન સંરક્ષણ વિભાગ) હવે મેદાનમાં સૈનિકોની સાથે ‘AI ચેટબોટ્સ’ ઉતારવા જઈ રહ્યું છે. આ ચેટબોટ્સ માત્ર વાતો નહીં કરે, પણ રિયલ ટાઈમમાં દુશ્મનના ઠેકાણા શોધીને તેને ખતમ કરવાની રણનીતિ પણ તૈયાર કરશે.
અમેરિકાની આર્મી ભવિષ્યમાં યુદ્ધની યોજના બનાવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ચેટબોટ્સનો ઉપયોગ કરી શકે છે. ડિફેન્સ ટેક કંપની પેલેન્ટીર ટેકનોલોજીઝ દ્વારા રજૂ કરવામાં આવેલા ડેમોમાં બતાવવામાં આવ્યું છે કે, આ પ્રકારની ટેકનોલોજી સૈન્ય વિશ્લેષકોને મોટી માત્રામાં મળતી ગુપ્તચર માહિતી ઝડપથી સમજવામાં મદદ કરી શકે છે.
પેલેન્ટીર અન્ય એક કંપની સાથે મળીને એઆઈ મોડલ્સને જોડીને એવી સિસ્ટમ તૈયાર કરી રહ્યું છે જે સેટેલાઈટ તસવીરો, રડાર ડેટા અને અન્ય માહિતીનું વિશ્લેષણ કરી શકે. ડેમોમાં એક ઉદાહરણ બતાવવામાં આવ્યું છે. જેમાં, સેટેલાઈટ તસવીરોમાં શંકાસ્પદ સૈન્ય ગતિવિધિ જોવા મળતાં વિશ્લેષક એઆઈ ચેટબોટને સવાલ પૂછે છે. એઆઈ ઉપલબ્ધ ડેટાના આધારે સમજાવે છે કે, ત્યાં દુશ્મનોની કંઈ ટુકડી હોઈ શકે છે.
આ સિસ્ટમ સંભવિત કાર્યવાહીના પગલાઓ પણ સૂચવે છે. જેમ કે, ડ્રોન દ્વારા જાસૂસી, હવાઈ હુમલો કરવો અથવા જમીન પર સૈન્ય કાર્યવાહી કરવી. આ તમામ પ્રક્રિયામાં અંતિમ નિર્ણય કમાન્ડર દ્વારા લેવામાં આવે છે. આ ટેકનોલોજી અમેરિકન આર્મીના પ્રોજેક્ટ મેવન સાથે જોડાયેલી છે. જે ઘણા સમયથી ડ્રોન અને સેટેલાઈટ તસવીરોના માધ્યમથી ટારગેટને ઓળખવા માટે એઆઈનો ઉપયોગ કરે છે.
(5:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
