<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

ટોપ-૧૦ મોસ્‍ટ વોન્‍ટેડ ગુનેગારોના માથા સાટે એફબીઆઈએ ઈનામી રકમ વધારી

મોસ્‍ટ વોન્‍ટેડમાં પહેલી વખત સાઈબર ગુનેગારનો સમાવેશ : ૨૦૧૫માં પત્‍નીની હત્‍યા કરીને ફરાર ભદ્રેશકુમાર પટેલને અતિશય ખતરનાક ગણાવીને એફબીઆઈએ ટોપ-૧૦માં મૂક્‍યો : ગુનેગારો પરનું ઈનામ અઢી લાખ ડોલરથી વધારી ૧૦ લાખ ડોલર કર્યુ

વોશિંગ્‍ટન,તા.૨૦: અમેરિકાના ફેડરલ બ્‍યૂરો ઓફ ઈન્‍વેસ્‍ટિગેશન  (એફબીઆઈ)ના ટોપ-૧૦ મોસ્‍ટ વોન્‍ટેડ ગુનેગારોની બાતમી આપનારાને જે ઈનામી રકમ મળશે તેમાં વધારો થયો છે. હવે આ ૧૦ મોસ્‍ટ વોન્‍ટેડની વિગતો આપનારને ૧૦ લાખ ડોલરનું ઈનામ મળશે. અત્‍યાર સુધી ઈનામી રકમ અઢી લાખ ડોલર હતી. અમેરિકા મોસ્‍ટ વોન્‍ટેડની વિગતો આપનારાઓને છેક ૧૯૫૦થી ઈનામી રકમ આપે છે. એફબીઆઈ આ રિવોર્ડ સિસ્‍ટમને સૌથી અસરકારક ગણાવે છે.

અમેરિકાની તપાસ એજન્‍સી એફબીઆઈએ મોસ્‍ટ વોન્‍ટેડ ગુનેગારોના માથા સાટે મળતી ઈનામી રકમ અઢી લાખ ડોલરથી વધારીને ૧૦ લાખ ડોલર કરી દીધી છે.

અઢી લાખ ડોલરની રકમ હોવાથી જોઈએ એવી બાતમી મળતી ન હતી. એજન્‍સીને આશા છે કે હવે આ ગુનેગારોની બાતમી આપવાનું અન્‍ય લોકોને પ્રોત્‍સાહન મળશે. ટોચના ૧૦ ભાગેડુની યાદીમાં પહેલી વખત સાઈબર ક્રિમિનલનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. એનિબલ એગ્‍યુરી નામનો ગુનેગાર સાઈબર ક્રાઈમ હેઠળ આ યાદીમાં સામેલ થયો છે. સાઈબર ક્રિમિનલ એફબીઆઈના મોસ્‍ટ વોન્‍ટેડ લિસ્‍ટમાં ટોપ-૧૦માં સામેલ થયો હોય એવું ઈતિહાસમાં પહેલી વખત બન્‍યું છે. રસપ્રદ બાબત એ રહી કે ટોપ-૧૦ની નવી યાદીમાં ત્રણનો ઉમેરો થયો અને ઈનામ વધારાની જાહેરાત થઈ એ પછી તુરંત જ સેમ્‍યુઅલ રેમિરેઝ નામનો ગુનેગાર મેક્‍સિકોથી પકડાઈ ગયો હતો.

મેક્‍સિકોમાં એ જ્‍યાં રહેતો હતો ત્‍યાંથી જ કોઈએ એફબીઆઈને બાતમી આપી હતી. એફબીઆઈના આસિસ્‍ટન્‍ટ ડિરેક્‍ટર હેઈથ જેન્‍કીએ કહ્યું હતું કે મોસ્‍ટ વોન્‍ટેડના આ લિસ્‍ટમાં છેક ૨૦૧૭થી ભદ્રેશકુમાર પટેલનું નામ છે.

આ યાદીમાં તે સૌથી જૂનો ગુનેગાર આપી રહ્યો છે ને ૧૧ વર્ષથી એફબીઆઈને હાથતાળી થયો હશે. તેણે ૨૦૧૫માં મેરીલેન્‍ડી એક દુકાનમાં પત્‍નીની હત્‍યા કરી હતી. તેને એફબીઆઈએ અતિશય ખતરનાક ગુનેગાર ગણાવ્‍યો હતો. તે છેલ્‍લે ન્‍યૂજર્સીમાં દેખાયો હતો. એ પછી તેની કોઈ બાતમી મળી ન હતી. એફબીઆઈએ ટોપ-૧૦ મોસ્‍ટ વોન્‍ટેડની વિગતો, ફોટો અને કેસની વિગતો વેબસાઈટમાં શેર કરી.

(10:34 AM IST)