News of Monday, 23rd March 2026
ઈઝરાયેલમાં ઈરાનનો ભીષણ મિસાઈલ હુમલો: પાંચ મોટા શહેરો ધણધણી ઉઠ્યા: ૩૦૦થી વધુ લોકો લોહીલુહાણ
પરમાણુ કેન્દ્ર પર પણ નિશાન: એર ડિફેન્સ સિસ્ટમ ફેઈલ જતા રહેણાંક વિસ્તારોમાં કાટમાળનો ખડકલો: આખું વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ હવે સૌથી ભયાનક તબક્કામાં પહોંચી ગયું છે. ઈરાને શનિવાર અને રવિવારની મધરાત્રે ઈઝરાયેલના પાંચ મુખ્ય શહેરો પર મિસાઈલોનો વરસાદ કર્યો છે. આ હુમલામાં અત્યાર સુધીમાં ૩૦૦થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમાંથી અનેકની હાલત અત્યંત ગંભીર જણાવાઈ રહી છે.
ટાર્ગેટ બનેલા શહેરો: ઈરાને ખાસ કરીને દક્ષિણ ઈઝરાયેલના ડિમોના (Dimona) અને અરાદ (Arad) સહિત કુલ પાંચ વિસ્તારોને નિશાન બનાવ્યા હતા.
પરમાણુ પ્લાન્ટ પર ખતરો: ચોંકાવનારી વાત એ છે કે ઈરાની મિસાઈલો ઈઝરાયેલના ગુપ્ત પરમાણુ સંશોધન કેન્દ્ર (Nuclear Research Center) ની અત્યંત નજીક ખાબકી હતી, જેના કારણે સમગ્ર વિશ્વમાં ફફડાટ વ્યાપી ગયો છે.
એર ડિફેન્સની મર્યાદા: ઈઝરાયેલની અત્યાધુનિક ગણાતી એર ડિફેન્સ સિસ્ટમ કેટલીક મિસાઈલોને રોકવામાં નિષ્ફળ રહી હતી, જેના પરિણામે મિસાઈલો સીધી રહેણાંક બિલ્ડિંગો પર ત્રાટકી હતી.
આ હુમલા બાદ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપી છે કે જો હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ૪૮ કલાકમાં ખોલવામાં નહીં આવે, તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ્સને નેસ્તનાબૂદ કરી દેશે. બીજી તરફ ઈરાને પણ વળતો પ્રહાર કરતા કહ્યું છે કે જો આવું થશે તો ખાડી દેશોમાં આવેલા તમામ અમેરિકી ઠેકાણાઓ અને ઊર્જા કેન્દ્રો પર મિસાઈલો છોડવામાં આવશે.
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
