News of Thursday, 26th March 2026
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધના ભણકારા: લેબેનોનને 'નવું ગાઝા' બનાવી રહ્યું છે ઈઝરાયલ? અત્યાર સુધીમાં ૧૧૦૦ના મોત: ૧૨ લાખ લોકો બેઘર
લેબેનોનની ધરતી પર લોહીની નદીઓ વહી: ઈઝરાયલના પ્રચંડ હવાઈ હુમલામાં આખેઆખા શહેરો ખંડેરમાં ફેરવાયા, લાખો લોકોએ હિજરત કરતા રસ્તાઓ ચક્કાજામ, ઈરાનના સમર્થન વચ્ચે હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર ઈઝરાયલનો કાળઝાળ પ્રહાર

નવી દિલ્હી: રશિયા-યુક્રેન બાદ હવે લેબેનોન વિશ્વનું નવું ડેન્જર ઝોન બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેના સંઘર્ષે હવે ભયાનક વળાંક લીધો છે, જેમાં સામાન્ય નાગરિકોનો મરો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા આડેધડ બોમ્બમારો અને મિસાઈલ હુમલામાં લેબેનોનમાં અત્યાર સુધીમાં ૧૧૦૦ થી વધુ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે અંદાજે ૧૨ લાખ લોકોએ પોતાનું ઘરબાર છોડીને સુરક્ષિત સ્થળે ભાગવું પડ્યું છે. આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે ઈઝરાયલ હવે લેબેનોનને પણ ગાઝા જેવી સ્થિતિમાં ધકેલી રહ્યું છે. ઈરાન પણ આ યુદ્ધમાં સીધી રીતે કૂદવાની તૈયારીમાં હોવાના અહેવાલોથી વિશ્વભરમાં ફફડાટ વ્યાપી ગયો છે. જો યુદ્ધ રોકવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર મધ્ય પૂર્વ ભસ્મીભૂત થઈ શકે છે.
છેલ્લા કેટલાક અઠવાડિયામાં લેબેનૉનની જે તસ્વીર સામે આવી છે, તે અત્યંત વિચલિત કરનારી છે. અત્યાર સુધીમાં અંદાજે 1100 લોકોના મોત થયા છે. 12 લાખથી વધુ લોકોને પોતાનું ઘર છોડીને ભાગવાની ફરજ પડી છે. દક્ષિણ લેબેનૉનના અનેક ગામો હવે સંપૂર્ણપણે ખાલી થઈ ગયા છે. જ્યાં ક્યારેક ખેતરોમાં કામ થતું હતું અને શેરીઓમાં બાળકોનો અવાજ ગુંજતો હતો, ત્યાં હવે માત્ર તૂટેલી દીવાલો, કાટમાળના ઢગલા અને અશુભ સન્નાટો છે.
ઘણા વિશ્લેષકો માને છે કે, ઈઝરાયલ ગાઝામાં અપનાવેલી રણનીતિ જ લેબેનૉનમાં દોહરાવી રહ્યું છે. આ પેટર્ન કંઈક એવી છે કે, પહેલા વિસ્તાર પર ભીષણ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. લોકોને વિસ્તાર ખાલી કરવા માટે અલ્ટીમેટમ આપવું છે. તે જગ્યાને એવી હાલતમાં છોડી દેવી કે લોકો ઇચ્છે તો પણ ક્યારેય પાછા ન ફરી શકે.
(5:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
