News of Tuesday, 31st March 2026
તુર્કીનું 'નાટો'માં રહીને ઈરાન સાથે ગુપ્ત ઈલુ-ઈલુ: જો જમીની જંગ જામશે તો એર્દોગન ઈરાનને સાથ આપશે: કારણ જાણીને હચમચી જશો
પશ્ચિમી દેશો અને અમેરિકાના પગ તળેથી જમીન સરકી ગઈ: ઈસ્લામિક દેશોના નેતૃત્વની ભૂખ કે પછી કુર્દિશ બળવાખોરોનો સમાન દુશ્મન? તુર્કી નાટોનું સભ્ય હોવા છતાં ઈરાન સાથેની દોસ્તી નિભાવવા મજબૂર: મધ્ય પૂર્વમાં નવા સમીકરણો રચાયા: ઈઝરાયેલ-અમેરિકાની જોડી સામે મુસ્લિમ જગત એકજુથ થવાની તૈયારીમાં: તુર્કીના આ વલણથી નાટો સંગઠનમાં ભંગાણના ભણકારા અને યુદ્ધનું મેદાન લોહિયાળ બનવાના સંકેતો

નવી દિલ્હી: મધ્ય પૂર્વના રાજકારણમાં એક એવો વળાંક આવ્યો છે જેણે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. નાટો (NATO) સંગઠનનું મહત્વનું સભ્ય ગણાતું તુર્કી, જો જમીની લડાઈ થાય તો ઈરાનનો સાથ આપી શકે છે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગન અને ઈરાન વચ્ચેના વધતા સંબંધો પાછળનું મુખ્ય કારણ 'કુર્દિશ આતંકવાદ' અને ઈસ્લામિક એકતા હોવાનું મનાય છે. તુર્કી અને ઈરાન બંને ઈચ્છે છે કે તેમના સીમાડાઓ પર અલગ કુર્દિશ રાષ્ટ્ર ન બને, અને આ સમાન હિત તેમને એક મંચ પર લાવી રહ્યું છે. બીજી તરફ, ઈઝરાયેલ દ્વારા ગાઝામાં કરવામાં આવી રહેલી કાર્યવાહીને કારણે તુર્કીમાં ભારે રોષ છે, જેના કારણે તે અમેરિકાની ઈચ્છા વિરુદ્ધ જઈને પણ ઈરાન સાથે હાથ મિલાવી શકે છે. જો આવું થશે તો નાટોના ઈતિહાસમાં આ સૌથી મોટું ભંગાણ ગણાશે અને પશ્ચિમી દેશોની સૈન્ય વ્યૂહરચનાના ચીંથરેચીંથરા ઉડી જશે.
આ અંગે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ વાતચિત કરી હતી. કોઇ પણ આતંકી સંગઠનનો યુધ્ધમાં ઉપયોગ થવો જોઇએ નહી. દરેક દેશોને એક બીજાની સરહદો અને અખંડિતતાનું સન્માન કરવું જોઇએ. તુર્કી કુર્દિશ વિદ્રોહીઓને આતંકી માને છે જેનો પશ્ચિમ ઇરાનમાં અમેરિકા ઇરાન વિરુધ ઉપયોગ કરવા માંગે છે. તુર્કીએના વિદેશ મંત્રાલયે અને જાસુસી એજન્સીઓએ ઇરાકના કુર્દ ક્ષેત્રના અધિકારીઓને મેસેજ આપ્યો છે કે જો પરિસ્થિતિ બગડશે તો સૈન્ય કાર્યવાહીની ફરજ પડશે. તુર્કીમાં કુર્દિશ સંગઠન પીકેકેના નેતા અબ્દુલ્લાહ ઓકલાને પોતાના સંગઠનને ઇઝરાયેલની ગેમમાં નહી ફસાવાની ચેતવણી આપી છે.
(5:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
