News of Friday, 3rd April 2026
બેરોજગારો સાવધાન: નોકરીના નામે 'ભૂતિયા' ખેલ! જાણો શું છે આ 'ઘોસ્ટ હાયરિંગ'નો નવો ફિતૂર: છેતરાતા પહેલા આ ૩ મંત્રો ગોખી લેજો
હાઈટેક જમાનામાં ઠગાઈની નવી મોડસ ઓપરેન્ડી: કંપનીઓ જાહેરાત આપે પણ ભરતી ન કરે: 'ઘોસ્ટ હાયરિંગ'ના નામે ડેટા ચોરી અને ડિપોઝિટની લૂંટ:યુવાનોના કરિયર સાથે ખિલવાડ:ઈન્ટરવ્યુ લેવાય, આશા જગાવાય પણ પછી બધું 'ગાયબ'

નવી દિલ્હી: અત્યારે માર્કેટમાં એક એવો ટ્રેન્ડ ચાલ્યો છે જેણે નોકરીની શોધમાં રહેલા લાખો યુવાનોની ઊંઘ હરામ કરી દીધી છે, જેને એક્સપર્ટ 'ઘોસ્ટ હાયરિંગ' કહી રહ્યા છે. ઘણી કંપનીઓ કે ઠગ ટોળકીઓ માત્ર દેખાડો કરવા માટે અથવા લોકોનો પર્સનલ ડેટા એકઠો કરવા માટે મોટી મોટી જગ્યાઓની જાહેરાત આપે છે, પરંતુ હકીકતમાં કોઈને નોકરી આપતી નથી. આમાં સૌથી મોટું જોખમ એ છે કે પ્રોસેસિંગ ફી કે સિક્યોરિટી ડિપોઝિટના નામે યુવાનો પાસેથી હજારો રૂપિયા પડાવી લેવામાં આવે છે અને પછી કંપની 'ઘોસ્ટ' (ભૂત) બનીને ગાયબ થઈ જાય છે.
નોકરી શોધનાર ઉમેદવાર કેવી રીતે જાણી શકે કે કોઈ જોબ પોસ્ટિંગ ખરેખર સાચી છે કે એને ફક્ત લિસ્ટિંગ પૂરતી મૂકવામાં આવી છે. That Culture Thingની ઓર્ગેનાઇઝેશનલ સાઇકોલોજિસ્ટ Gurleen Baruah આ વિશે કહે છે, ‘ઘોસ્ટ જોબ્સ ખરેખર વધી રહ્યા છે. આથી જોબ સીકર્સ કેટલીક બાબતો પર ધ્યાન આપી શકે છે અને એનાથી બચી શકે છે. આ માટે સૌથી પહેલાં પોસ્ટિંગની તારીખ તપાસવી. જો કોઈ રોલ એક મહિના કરતા વધુ સમયથી સતત પોસ્ટ થઈ રહ્યો હોય, તો શક્ય છે કે તેમાં હકીકતમાં ભરતી ન થઈ રહી હોય. તેમજ, એક જ કંપનીમાંથી સમાન પ્રકારની ઘણી જોબ્સ લાંબા સમય સુધી જોવા મળે, તો એ પણ સંકેત છે.’
આ વિશે વધુ જણાવતાં તેઓ કહે છે, ‘કંપનીની ઓફિશિયલ careers પેજ પર ચકાસો. જો જોબ બોર્ડ્સ પર છે પરંતુ કંપનીની વેબસાઇટ પર નથી, તો તે શંકાસ્પદ હોઈ શકે છે. તમે LinkedIn જેવી પ્લેટફોર્મ પર HR અથવા હાયરિંગ મેનેજર સાથે સીધો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કરી શકો છો. આ બધું સંપૂર્ણ ખાતરી આપતું નથી, પરંતુ એ સાચી છે કે નહીં એ સમજવામાં મદદ કરે છે.’
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
