News of Saturday, 4th April 2026
ઈરાનનો આકાશમાં 'કાળ' જેવો પ્રહાર: અમેરિકા-ઈઝરાયલના હાઈટેક જેટ અને ડ્રોનનો કચ્ચરઘાણ:ઈરાનનું આ અચૂક હથિયાર દુનિયા માટે બન્યું રહસ્ય
સુપરપાવર અમેરિકાના ઘમંડના લીરેલીરા: આકાશને ચીરીને આવતા ઈઝરાયલી ડ્રોન સેકન્ડોમાં રાખના ઢગલા:ઈરાનની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો 'ખૌફ'! શું આ રશિયાની મદદ છે કે ઈરાનની પોતાની સ્વદેશી તાકાત? અરબ સાગરથી લઈને તેહરાન સુધી આભમાં આગના ગોટા, એક પછી એક અદભૂત શિકાર જોઈ દુનિયા સ્તબ્ધ! કરોડો ડોલરના ડ્રોન અને અત્યાધુનિક જેટ પત્તાના મહેલની જેમ ધરાશાયી

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં યુદ્ધના વાદળો વધુ ઘેરા બન્યા છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે અમેરિકા અને ઈઝરાયલના અનેક અત્યાધુનિક ડ્રોન અને લડાયક વિમાનોને આકાશમાં જ ધ્વસ્ત કરી દીધા છે. ઈરાનની આ સફળતા પાછળ તેની ગુપ્ત મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ અને લાંબી રેન્જના અચૂક હથિયારો હોવાનું માનવામાં આવે છે. આ હથિયાર એટલું ઘાતક છે કે રડારમાં પકડાયા વગર આવતા સ્ટીલ્થ ડ્રોનને પણ તે સચોટ રીતે નિશાન બનાવી રહ્યું છે. આ અચૂક હથિયારના કારણે હવે અમેરિકી સેનામાં પણ ચિંતા ફેલાઈ છે. શું આ હથિયાર 'ખૈબર શિકન' મિસાઈલ છે કે પછી કોઈ નવી ટેકનોલોજી? તે અંગે અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.
F-15E વિમાનમાં બે ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમાંથી એક પાયલોટ બચી ગયો છે. જ્યારે બીજો હજુ પણ ગુમ છે. આ ગુમ પાયલોટને શોધવા માટે મોકલવામાં આવેલા બે HH-60W બ્લેક હોક હેલિકોપ્ટર પર પણ ઇરાને ગોળીબાર કર્યો હતો. જોકે, હેલિકોપ્ટરો નુકસાન પામ્યા હોવા છતાં સુરક્ષિત રીતે પરત ફરવામાં સફળ રહ્યા છે.
અમેરિકાના મોંઘા અને આધુનિક વિમાનોને તોડવા માટે ઇરાને તેની મજીદ ઇન્ફ્રારેડ એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કર્યો છે. આ સિસ્ટમ રડાર સિગ્નલ છોડતી નથી, જેના કારણે અમેરિકન વિમાનોને ખબર પડતી નથી કે તેમના પર નિશાન સાધવામાં આવ્યું છે. તે 15 કિમી દૂરથી ટાર્ગેટ જોઈ શકે છે અને 8 કિમીની રેન્જમાં સચોટ હુમલો કરે છે. F-35 અને F-15E જેવા વિમાનો જ્યારે ઓછી ઊંચાઈ પર ઉડતા હોય ત્યારે તે સરળતાથી શિકાર બને છે.
(4:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
